- લીમડી પોલીસ સ્ટેશનમાં બે વર્ષ થી પ્રોહી ગુનામાં છેલ્લા બે વર્ષથી તેમજ અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને દાહોદ એસ.ઓ.જી શાખા એ ઝડપી પાડેલ છે.
દાહોદ,\દાહોદ એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ગામેતી પોતાના સ્ટાફ સાથે કોમ્બિંગ નાઇટમાં હતા. તે દરમ્યાન બાતમી મળેલ હતી કે, લીમડી પોલીસ સ્ટેશનમાં અલગ અલગ બે ગુનામાં નાસતો ફરતો આરોપી અક્ષયભાલ મસુલભાઇ મુનીયા (ડુંગરી, ગેંગંરીયા ફળીયા,ઝાલોદ) તેના ઘરે આવેલ હોવાની માહિતીના આધારે તેના ઘરે કોમ્બીંગ કરી ઝડપી પાડવામાં દાહોદ એસ.ઓ.જી. પોલીસને સફળતા મળેલ છે.