- હાથી ઘોડા અને 8,000 થી વધુ લોકો કળશ યાત્રામાં 10 કી.મી ચાલ્યા.
બાલાસિનોર, મહીસાગર જીલ્લામાં આવેલા કડાછલા ગામ ખાતે 1008 રૂદ્ર વાહિની મહાયજ્ઞ ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે આગળવાળા પાસેથી પસાર થતી મહીસાગર નદી માંથી 5000થી વધુ મહિલાઓ કળશ યાત્રા યોજાઈ હતી.
મહીસાગર જીલ્લામાં બાલાસિનોર તાલુકાને અડીને આવેલા કડછલા ગામ પાસે સાંસદ રતનસિંહ રાઠોડ અને મહંતો દ્વારા મહા રૂદ્ર યજ્ઞ યોજવામાં આવ્યો હતો. આ રૂદ્ર યજ્ઞ મહીસાગર જીલ્લામાં પ્રથમ વખત થઈ રહ્યો હોવાથી આસપાસના ભક્તોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં પ્રથમ દિવસે હાથી, ઘોડા અને 8,000 થી વધુ લોકો કળશયાત્રામાં 10 કી.મી. ચાલીને યજ્ઞ મંડપમાં આવ્યા હતા. આ મહા રૂદ્ર યજ્ઞમાં હજારોમણ કાળા તલ અને ઔષધીઓનો ઉપયોગ થવાનો છે. ત્યારે આસપાસનું વાતાવરણ શુદ્ધમય અને નકારાત્મક યુક્ત બને તે માટે મહંતો દ્વારા ભક્તોને આહવાહન કરવામાં આવ્યું હતું આ મહા રૂદ્ર યજ્ઞમાં 200થી વધારે બ્રાહ્મણો અને હજારો ભક્તો આ મહારૂદ્ર યજ્ઞ જોડાયા છે.
માટીનું આબેહૂબ મૂર્તિઓ બનાવાઈ…
મહારૂદ્રયજ્ઞમાં હિન્દુ દૈવી- દેવતાઓની આબેહૂબ મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ યજ્ઞમાં ભગવાનનો સાક્ષાત્કાર થતો હોવાનું યજમાનોએ જણાવ્યું હતું.