ગોધરા,
એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા દ્વારા સ્નેહમિલન યોજવામાં આવ્યું હતું. આ સ્નેહમિલનમાં ગોધરાના પ્રબુદ્ધ નાગરિકોને આમંત્રિત કર્યા હતા. આ કાર્યક્રમમાં એવું જણાવવામાં આવ્યું હતું કે દરેક આમંત્રિત ગોધરા માટે, ગોધરાને શ્રેષ્ઠ બનાવવા માટે પોતાના સૂચનો કાગળ ઉપર લખીને લાવે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગોધરાના આગેવાનો ડોક્ટરો વેપારીઓ વકીલો અને શ્રેષ્ઠિઓ હાજર રહ્યા હતા ઘણા લોકોએ ઊભા થઈને પોતાના સૂચનો રજૂ કર્યા હતા ગોધરાની શ્રેષ્ઠ બનાવવા માટે જેમાં ગોધરામાં પ્રોપર ટાઉન પ્લાનિંગ હોવું જોઈએ 20 વર્ષના એડવાન્સ પ્લાનિંગ સાથે રોડ રસ્તા બનાવવા જોઈએ 50 વર્ષના એડવાન્સ પ્લાનિંગ સાથે અંડરગ્રાઉન્ડ સિસ્ટમ ફોર ડ્રેનેજ એન્ડ કેબલ ની હોવી જોઈએ નગરપાલિકા પીવાનું જે પાણી આપે છે તેનો બગાડ મોટા પ્રમાણમાં થાય છે ટાંકી ભરાઈ ગયા પછી રસ્તા પર પાણી વેડફાય છે તે પાણીનો બગાડ ના થવો જોઈએ નાગરિકોએ તેનું ધ્યાન રાખવું ગોધરાનું નામ ગૌધરા રાખવું જોઈએ જો બોમ્બેનું નામ મુંબઈ થતું હોય તો ગોધરાનું નામ ગૌધરા અવશ્ય થઈ શકે તે માટે સંસ્થા દ્વારા પ્રયત્ન કરવામાં આવે ગોધરામાં પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજ નું જન્મ સ્થળ આવેલું છે આ વિશ્વ વિખ્યાત સંતને યાદ કરી ગોધરામાં બનનાર મેડિકલ કોલેજ નું નામ રંગ અવધૂત મહારાજ મેડિકલ કોલેજ રાખવું જોઈએ, ગોધરા ખાતે મોટી ઇન્દ્રસ્ટ્રીઝ લાવવી જોઈએ, સ્વચ્છતા માટે સમૂહ સંકલ્પ કરાવવા માં આવે,પ્લાસ્ટિક નો ઉપયોગ સદંતર બંધ કરવા માં આવે,ગોધરા માં પબ્લિક પાર્કિંગ અને પબ્લિક ટોઇલેટ ની અત્યંત જરૂરી છે, લોકો ને સોલાર એનર્જી તરફ વાળવા માં આવે, આમ અનેક સૂચનો ગોધરાને શ્રેષ્ઠ બનાવવા માટે આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી એક ગોધરા શ્રેષ્ઠ ગોધરાના અધ્યક્ષ આશિત ભટ્ટે જણાવ્યું હતું કે ગોધરાનો વિકાસ કરવા, ગોધરાને શ્રેષ્ઠ બનાવવા આ એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા એ બિન રાજકીય સંગઠન છે આપે જે વિચારો આપ્યા છે, જે સૂચનો આપ્યા છે તેના માટે આપણે સૌ સાથે મળી પ્રયત્ન કરીશું કે તેની અમલવારી થાય ગોધરાનું ને શ્રેષ્ઠ બનાવીએ.
ત્યાર બાદ જે લોકો એ શ્રેષ્ઠ કાર્ય કર્યું હોય, કે કોઈ ઊંચી પદવી ધારણ કરી હોય તેમનું સન્માન પ્રસસ્તી પત્ર આપી ને કરવા માં આવ્યું હતું, જેમાં ગોધરા ખાતે શિવમ પુરોહિત, નૈકજ ભટ્ટ તથા તવન શાહ જેમને માસિક છટાદાર મેગેઝીનની શરૂવાત કરી તે મેગેઝીન નું રી લોન્ચિંગ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું. હિરલ સોલંકી કે જે ગુજરાત વુમન્સ ક્રિકેટ અંડર 19 માં કેપ્ટન બની તેનું સન્માન કરવાનું હતું પરંતુ હિરલ અમદાવાદ ખાતે સિલેક્સન માં હતી, હર્ષવિર સિંહ જાદવ જે બીસીસીઆઇ વિડિયો એનાલિસ્ટ તરીકે પસંદ થયો છે તેનું સન્માન કરવામાં આવ્યું હતું, પંચમહાલમાંથી એક માત્ર યુવતી જે કોલકત્તા આઇઆઇએમ માંથી ડિગ્રી મેળવી તેવી રાહી નીકેશ ગાંધી નું સન્માન કરવા માં આવ્યું તેમજ ગોધરા ને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકગીત નો પરિચય આપનાર બહાદુર ગઢવી નું પણ સન્માન કરવા માં આવ્યું હતું.
આ બધાનું સન્માન મંચસ્થ મહાનુભાવો એવા આશિત ભટ્ટ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક ના રિજિયોનલ મેનેજર ચંદ્ર મોહન શૈની, લાયન્સ ક્લબના રાજ્ય કક્ષાના પદાધિકારી જે.પી ત્રિવેદી તથા પંચમહાલ જિલ્લાના પ્રખર અભ્યાસુ ભરતભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું.