શહેરામાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલની જન્મ જયંતિની સિંધી સમાજ દ્વારા ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરાઈ

શહેરા, શહેરામાં સિંધી સમાજના ઇષ્ટદેવ ઝૂલેલાલની જન્મ જયંતિની સિંધી સમાજ દ્વારા ઉલ્લાસ અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. ઝૂલેલાલ મંદિર ખાતે સવાર થી સિંધી સમાજના ભાઈ-બહેનો પોતાના ઇષ્ટદેવ ઝૂલેલાલના દર્શન કરી આશીર્વાદ મેળવીને નવા વર્ષની શુભ શરૂઆત કરી હતી.

શહેરામાં ઝૂલેલાલની જન્મ જયંતિની ઉજવણીને લઈને સિંધી સમાજના લોકોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહયો હતો. ઝૂલેલાલ મંદિર ખાતે સિંધી સમાજના ભાઈ-બહેનો તેમના ઇષ્ટદેવના દર્શન કરી તેમના આશીર્વાદ મેળવી નવા વર્ષની શુભ શરૂઆત સાથે પાર્થના કરી હતી. મંદિર ખાતે ધ્વજારોહણ, આરતી, ભંડારો સહિતના અનેક કાર્યકમો પણ યોજવામાં આવ્યા હતા. યુવાનો સહિત સૌ ઝૂલેલાલના ભક્તિમય ગીતોના સથવારે નાચતા ગાતા ખુશી થી ઝૂમી રહયા હતા. દવિસ દરમિયાન યુવાનો સહિત સૌ એકબીજાને સામ સામે મળતા લખ..લખ.. બંધાઈની સાથે એકબીજાને ગળે મળીને તેમના નવા વર્ષ ની શુભેચ્છાઓ પાઠવી હતી. ઝૂલેલાલની શોભાયાત્રા ઝૂલેલાલ મંદિર થી નીકળીને સિંધી ચોકડી, સિંધી માર્કેટ ,પરવડી વિસ્તાર થઈને નગરના મહત્વના માર્ગો પર ફરી હતી. મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ-બહેનો અને બાળકો શોભાયાત્રામાં જોડાયા હતા. આયો લાલ… ઝૂલેલાલ…નાં ગગન ભેદી નાંદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આમ, જીલ્લાભરમાં પણ ચેટીચાંદ પર્વની આનંદ અને ઉલ્લલાસભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી.