શહેરા,
શહેરા તાલુકાના ઊંજડા ગામે વોરંટની બજવણી માટે ગયેલા પોલીસ હેડ કોન્સ્ટેબલ વોરંટદાર સહિત અન્ય ત્રણ વ્યક્તિનો હિચકારો હુમલો પોલીસ હેડ કોન્સ્ટેબલને ગડદાપાટુનો મારમારી કોર્ટ ના કાગળ ફાડવાની કોશિશ કરવામાં આવી હતી આ બનેલા બનાવને લઇને પોલીસે ચાર ઈસમો વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરા તાલુકા પોલીસ મથકના મોરવા (રેણા) આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ભુદરભાઈ મનુભાઈ 7મી નવેમ્બરના રોજ પો.કો. રાજેશ વિજયસિંહ અને વિપુલ હનુમાનસિંહ સાથે પોતાના વિસ્તારમાં નોન બેલેબલ વોરંટની બજવણી માટે ગયા હતા જ્યાં ઉજડા ગામના જશુભાઈ નારણભાઈ વણકરને નેગો.એકટ કલમ 138 મુજબનું વોરંટ બજવણી સારૂં ગયા હતા અગાઉ અવારનવાર વોરંટદાર ના નોન બેલેબલ વોરંટ જારી થતા હોઈ જેની બજવણી માટે પોલીસ જતા વોરંટદાર ઘરે મળી ન આવતા વગર બજે પાછા આવતા આથી કોર્ટે બજવણી અમલદારથી નારાજ થઈ બજવણી અમલદાર ને કંટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ફટકારી હતી આથી કોર્ટના હુકમ ની અવમાનના ના ભાગરૂપે વોરંટદાર જશુભાઈ નારણભાઈ વણકરને વોરંટ બજાવવા જતા તે ઘરે મળી ન આવતા તેમનો ફોન નંબર મેળવી પોલીસ પરત ફરી રહી હતી તે સમયે હે.કો ભુદરભાઈ પર એક ફોન આવતા સામેથી જશુભાઈ નારણભાઈ વણકર બોલતા હોવાનું જણાવ્યું હતું અને કોને પૂછી મારા ઘરે ગયા આમ કહી બીભત્સ ગાળો બોલવા લાગ્યા હતા અને જ્યા છે ત્યાં ઉભા રહેવાનું જણાવી થોડીજ વારમાં એક સફેદ ફોરવિલ ગાડી ત્યાં આવી ઉભી રહી હતી અને તેમાંથી ત્રણ માણસો ઉતર્યા હતા અને હે.કો ભુદરભાઈ ને કહેવા લાગ્યા હતા કે કેમ જમાદારીયા તું બવ પાવરમાં આવી ગયો છે કોર્ટના કાગળિયાં લઈ કેમ મારા ઘરે ગયો તેવું કહી ઉદ્ધત વર્તન કર્યું હતું અને કોર્ટની નોટિસ એકદમ ઝૂંટવી લઈ ફાડવાની કોશીશ કરતા તેના હાથમાંથી પાછી લઈ લીધી હતી અને દરમિયાનમાં વોરંટદાર જશુભાઈ વણકરે હે.કો.ભુદરભાઈનું કોટિયું પકડી ઝપાઝપી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ નારણ ધૂળાભાઈ તથા યુગ જશુભાઈ ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા અને તે સમયે સુનિલ દિનેશભાઈ ભોઈ પણ ત્યાં આવી મને મારવા લાગ્યો હતો અને અન્ય પોલીસ માણસો આવી જતા ચારે ઈસમોને શહેરા પોલીસ મથકે લાવી ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.