શહેરા,
શહેરા ના તરસંગ સહિત અન્ય ગ્રામીણ વિસ્તારના ગામોની CISF ના જવાનો અને પોલીસ દ્વારા વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને વિવિધ વિસ્તારોમાં ફરીને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ થયા હતા.
આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં વિધાનસભાની ચુંટણીઓ યોજાનાર છે, ત્યારે આ ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પંચમહાલ જિલ્લાના શહેરા વિધાનસભા મતવિસ્તારમાં આવેલ તરસંગ ગામમાં શહેરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.એસ. કામોલ અને એસ.એમ.ડામોર દ્વારા CISF ના જવાનોની ટૂકડી સાથે વિવિધ વિસ્તારમાં ફરીને CISF ના જવાનોને આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ કરાયા હતા, સાથે જ પોલીસ અને CISF ના જવાનોએ ગામના આગેવાનોને મળી ચુંટણી લક્ષી જરૂરી સુચનાઓ આપવામાં આવ્યા હતા.