દાહોદ રેલ્વે સ્ટેશન પર પાણી લેવા ઉતરેલ મુસાફરને અકસ્માત નડતા ઇજાગ્રસ્ત


દાહોદ,
દાહોદના રેલવે સ્ટેશન પર પાણીની બોટલ લેવા ઉતરેલા પેસેન્જરને અકસ્માત નડતાં પેસેન્જરને હાથના ભાગે લોહીલુહાણ થઈ ગયો હતો. ઘટનાને પગલે રેલ્વે પોલીસ દ્વારા ઈજાગ્રસ્ત પેસેન્જરને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.

ટ્રેન નંબર 19019 દેહરાદૂન એક્સપ્રેસ દાહોદના રેલવે સ્ટેશન આવી પહોંચતા તે સમયે દેહરાદૂન એક્સપ્રેસમાં સવાર પેસેન્જર પ્રમોદસિંગ યશવંત સિંગ ઠાકોર દાહોદના રેલવે સ્ટેશન પર પાણીની બોટલ લેવા ઉતર્યાં હતા તે સમયે ટ્રેન ઉપડવાનો સમય થઈ જતાં ટ્રેન ઉપડતા ચાલુ ટ્રેનએ પ્રમોદભાઇ ટ્રેનમાં ચઢવાં જતાં ત્યારે કોચના દરવાજામાં પગ સ્લીપ થઈ જતાં પેસેન્જર ટ્રેક પર પડ્યા પેસેન્જર પડવાની જાણ થતાજ તરતજ ઇમરજન્સી બ્રેક મારી ટ્રેન રોકાવવામાં આવી હતીને ઘટનાની જાણ દાહોદ પોલીસ અને દાહોદ રેલવે રાજકીય પોલીસને જાણ કરવામાં આવી હતી રેલવે પોલીસ અને રાજકીય રેલવે પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પોહચી ઈજાગ્રસ્ત પ્રમોદભાઇને રેલ્વે ટ્રેક માથી પેસેન્જરને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી ચાલુ ટ્રેને ચઢવાં જતાં પગ લપસતા પ્રમોદ ભાઇ ચાલુ ટ્રેને ટ્રેન નીચે રેલ્વે ટ્રેક પર પડતા પેસેન્જર પ્રમોદ ભાઇને શરીરે હાથ પગે ગંભીર ઈજાઓ થવા પામી હતી પેસેન્જરનો આબાદ બચાવ થતા તમામ લોકોએ હાસકારો લીધી હતો ત્યારે રેલવે પોલીસે 108 એમ્યુલેશનને જાણ કરી 108 મારફતે પુર ઈજાગ્રસ્ત પેસન્જર પ્રમોદભાઇને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતા.