વિધાનસધા ચૂંટણીને લઇ દાહોદ પોલીસ દ્વારા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી

દાહોદ,
દાહોદ જિલ્લામાં આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લાની પોલીસે સઘન કામગીરી હાથ ધરી છે અને જેમાં ચુંટણી દરમ્યાન કોઈ અનીચ્છીય બનાવ ન બને અને ગુન્હાહીત પ્રવૃતિઓને રોકવા માટે દાહોદ જિલ્લા પોલીસે ગતરોજ અલગ અલગ ગુન્હાઓમાં કાર્યવાહી કરી છે જેમાં પ્રોહીબીશન, વોરંટની બજવણી, હથિયારો જમાં કરાવવા તેમજ અસામાજીક તત્વો વિરૂધ્ધ કાર્યવાહી કરવાની પણ તજવીજ હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા પંચમહાલ ગોધરાનાઓ તથા બલરામ મીણા આઈપીએસ પોલીસ અધિક્ષક દાહોદનાઓની રાહબાત હેઠળ સુચના અને માર્ગદર્શન આધારે આગામી વિધાનસભા ચુંટણી ર0રર મુક્ત ન્યાયી અને શાંતી તથા કોઈ રૂકાવટ વગર યોજાય તે માટે દાહોદ જીલ્લા પોલીસે તા.7મી નવેમ્બરના રોજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઈસમો વિરૂધ્ધ પ્રોહીબીશનના કુલ-રપ કેસો કરેલ છે જેમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ 3 કેસો જેમાં કુલ બોટલો નં.રપ3 જેની કિંમત રૂા.30,068નો પ્રોહી મુદ્દામાલ પ કડી પાડેલ છે તથા દેશી દારૂના કુલ 06 કેસો, ર3 લીટર જેની કિંમત રૂા.460 નો મુદ્દામાલ જપ્ત કરેલ છે જેમાં દાહોદ રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.રર061ર/ર0રર ઈપીકો કલમ 6પઈ, 116(બી) મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરેલ છે. ભારતીય બનાવટનો વિદેશી ઈંગ્લીશ દારૂની બોટલો નં.-ર1ર જેની કી.રૂ.ર6,906 નો મુદ્દામાલ પકડી જપ્ત કરેલ છે તેમજ ખુબ લાંબા સમયથી પેન્ડીંગ-40 બિનજામીનલાયક વોરંટવાળા ઈસમોની બજવણી કરવામાં આવેલ છે તેમજ લીધેલ અટકાયતી પગલામા સીઆરપીસી 110 હેઠળ કુલ 338 ઈસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે તથા સીઆરપીસી 1પ1 હેઠળ કુલ 73 અટકાયતી પગલા લીધેલ છે અને 01 ઈસમ વિરૂધ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવેલ છે તથા તડીપાર 1 અને પ્રોહીના હેડ હેઠળ 44 અટકાયતી પગલા લીધેલ છે તેમજ જીલ્લામાં લાયસન્સ ધરાવતા હથિયાર પરવાનેદારોના કુલ 610ના હથિયારો જમા લેવામાં આવેલ છે. સને ર019થી સાગટાળા પો.સ્ટે.ના બે પ્રોહી ગુનાઓમાં નાસતો ફરતો આરોપી નામે નારસીંગભાઈ દલસુખભાઈ જાતે બારીયા રહે. માંડવ તા.દેવગઢબારીયા જી. દાહોદનાને વોચ ગોઠવી પકડી પાડવામાં આવેલ છે. આવા અસમાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ પોલીસે કરેલ છે.