પંચમહાલ જીલ્લામાં આજે ૩૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૧૭૩૯ થયો

  • જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક – ૧૭૩૯.
  • ગોધરા-૧૯, હાલોલ-૧૯, કાલોલ-૦૪, ઘોઘંબા-૦૧.
  • ૫૪ દર્દી સાજા થતાં રજા અપાઈ.
  • એકટીવ કેસ ૩૦૧.
  • મૃત્યુ આંક – ૮૪.

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના કહેર યથાવત રહેવા પામ્યો છે. જીલ્લામાં આજરોજ વધુ ૩૪ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. નવા ૩૪ પોઝીટીવ કેસ સાથે અત્યાર સુધીનો કુલ આંક ૧૭૩૯ થવા પામ્યો છે.

પંચમહાલ જીલ્લામાં કોરોના એ ભરડો લીધો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે. જીલ્લામાં વધતો જતાં કોરોના પોઝીટીવ આંક ચિંતાનો વિષય બન્યો છે.  પંચમહાલ જીલ્લામાં વધુ ૩૪ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યો છે. તેમાં ગોધરામાં-૧૯, હાલોલ-૧૦, કાલોલ-૦૪, ઘોઘંબા-૦૧ કેસ નોંધાવા પામ્યો છે. જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની તેમજ સર્વેની કામગીરીમાં ગતિ લાવવામાં આવી છે. પંચમહાલ જીલ્લામાં વધતા કોરોના પોઝીટીવ કેસને લઈ જીલ્લા વહીવટી તંત્ર  અને આરોગ્ય તંત્ર સર્તક બન્યું છે. પોઝીટીવ કેસ નોંધાયા તેવા વિસ્તારોમાં હોમ કોરોન્ટાઈન તેમજ માઈક્રો ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.

પંચમહાલ જીલ્લામાં આજે આવેલ પોઝીટીવ કેસ.

::ગોધરા::

  • લાડુબેન ભેમાભાઈ નાઈ-૮૫ વર્ષીય પુરુષ – બખ્ખર,
  • રાજેશભાઈ પુનમચંદ પટેલ-૫૦ વર્ષીય પુરુષ-શિવમ સોસાયટી,
  • ત‚ણકુમાર ડી.મલવાણી-૩૮ વર્ષીય પુરુષ-પાવર હાઉસ,
  • નીલેશકુમાર હિરાભાઈ રાણા-૫૩ વર્ષીય પુરુષ-વર્ધમાન સોસાયટી,
  • મહેન્દ્રભાઈ બાબરભાઈ ચૌહાણ-૩૬ વર્ષીય પુરુષ-આઈટીઆઈ,
  • રુદ્ધ સંજયકુમાર રાણા-૧૦ વર્ષીય બાળક-ઉત્તમનગર સોસાયટી,
  • નિશા અતુલ રાણા-૩૨ વર્ષીય મહિલા-ચક્રધારી સોસાયટી,
  • વર્ષાબેન વિજયભાઈ રાણા-૩૫ વર્ષીય મહિલા-ઉત્તમનગર,
  • ધુળાભાઈ ગોકુલદાસ દરજી-૭૦ વર્ષીય પુરુષ-૫૧, રેવન્યુ સોસાયટી,
  • નિર્સગ દિનેશભાઈ પટેલ-૩૭ વર્ષીય પુરુષ-સદાશીવ સોસાયટી-અંકલેશ્ર્વર મહાદેવ,
  • વંશ નિર્સગ પટેલ-૩૭ વર્ષીય પુરુષ-સદાશીવ સોસાયટી-અંકલેશ્ર્વર મહાદેવ,
  • પ્રતાપસિંહ એસ. સોલંકી-૭૨ વર્ષીય પુરુષ-વ્હોરા ચાલ-જીલ્લા પંચાયત પાછળ,
  • મનહરલાલ અશવાણી-૫૨ વર્ષીય પુરુષ-યોગેશ્ર્વર સોસાયટી,
  • દેવડા સંજય મણીલાલ-૪૦ વર્ષીય પુરુષ-પાવર હાઉસ,
  • સિદ્ધાર્થસિંહ ગજેન્દ્રસિંહ સોલંકી- ૨૬ વર્ષીય પુરુષ- બી ડીવીઝન પોલીસ,
  • મનીષ ઈન્દ્રકુમાર દેવમાણી-૩૨ વર્ષીય પુરુષઝુલેલાલ સોસાયટી,
  • જ્યોતિષભાઈ સી.પટેલ-૫૮ વર્ષીય પુરુષ-૪૨ પાર્વતીનગર,
  • ઝરીનાબેન એ. કૈયામ લુહાર-૪૮ વર્ષીય મહિલા- ઉર્દૂ કુમાર શાળા,
  • શર્મા પ્રજ્ઞેશ બાબુભાઈ-૪૦ વર્ષીય પુરુષ-૧૯૪ મુકતાનંદ સોસાયટી-બામરોલ રોડ.

:: હાલોલ ::

  • દિવ્યેશભાઈ વિઠ્ઠલદાસ કાછીઆ-૫૫ વર્ષીયપુરુષ-આમ્રપાલી સોસાયટી,
  • સતીષભાઈ વાડીલાલ વરીઆ-૪૧ વર્ષીય પુરુષ-નવાકુવા નિશાલ ફળીયું,
  • રમેશચંદ્ર ભાઈલાલ પ્રજાપતિ-૪૫ વર્ષીય પુરુષ-ગોપીનગર,
  • સુભાષભાઈ  કાંતીભાઈ પટેલ-૩૬ વર્ષીય પુરુષ-શ્રીજી ગ્રીન કંજરી,
  • હરીશ શના કાછીઆ-૬૦ વર્ષીય પુરુષ- કાછીઆવાડ કંજરી,
  • શશીકાંત વસંત નાગર-૬૯ વર્ષીય પુરુષ કંજરી,
  • ચેતન જશવંત દરજી-૪૦ વર્ષીય પુરુષ-આમ્રપાલી-૧,
  • દરેશ ચેતન દરજી-૧૦ વર્ષીય બાળક- આમ્રપાલી-૧,
  • દક્ષા જીતેન્દ્ર શાહ-૬૨ વર્ષીય મહિલા-એશીયાડ નગર,
  • પંકજ સબુર બારીઆ-૩૨ વર્ષીય પુરુષ- બી ડીવીઝન પોલીસ.

:: કાલોલ ::

  • ફરીદાબીબી રસુલખાન પઠાણ-૬૫ વર્ષીય મહિલા- બો‚ ગામ,
  • મહેશ મના પરમાર-૩૭ વર્ષીયપુરુષ- આથમણા,
  • અતુલકુમાર ઠાકુરલાલ શર્મા-૪૨ વર્ષીય પુરુષ- સરસ્વતી સોસાયટી,
  • રાજેન્દ્ર વિઠ્ઠલદાસ કાછીઆ-૪૫ વર્ષીય પુરુષ- પાવન કોલોની ડેરોલ સ્ટેશન.

:: ઘોઘંબા ::

  • ચૌહાણ સુરેખાબેન અર્જુનસિંહ-૪૦ વર્ષીય મહિલા-વચાલા ફળીયુ ગુંદી.

પ્રમુખ સી.આર.પાટીલના મુલાકાર્થીઓને પંચમહાલ પોલીસ શોધતી…

હાલમાં ગુજરાત ભાજપાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવનિયુકત થયા છે. તેઓને અભિનંદન પાઠવવા માટે સમગ્ર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સંનિષ્ઠ કાર્યકરો મુલાકાત માટે પડાપડી થઈ રહી છે. વહેલી સવારથી ગાંધીનગરની ભાજપા કચેરી કમલમ ખાતે મોટી સંખ્યામાં શુભેચ્છકોની હોડ જામે છે. ત્યારે તેઓને કોરોનાનો પોઝીટીવ ટેસ્ટ આવતા તેઓને હોસ્પિટલરાઈઝ દાખલ કર્યા છે. એવા સમયે પંચમહાલ જીલ્લામાંથી  પણ અનેક ટિકિટવાંચ્છુકોએ તેઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. સીસીટીવી ફૂટેજમાં પંચમહાલમાંથી નામી-અનામી કાર્યકરોએ તેઓને મુલાકાત લેતા તેઓ પણ કોરોનાની બિમારીમાં સપડાવવાનો ભય સેવાઈ રહ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કમલમમાં પંચમહાલ ભાજપા કાર્યકરોના ચહેરા ઓળખીને પોલીસ મારફતે ઘરે પહોંચીને સમગ્ર પરિવારને ટુંક સમયમાં ૧૪ દિવસ માટે હોમ કોરોન્ટાઈન કરવાના છે. આ સમાચારને પગલે પ્રમુખ સી.આર.પાટીલના મુલાકાત કરનાર પંચમહાલના ભાજપના કાર્યકર્તાઓમાં છુપાવીને કોરોનાથી બચવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે. આ પૈકી કેટલાકનો રીપોર્ટ પોઝીટીવ આવતાં તેઓ શહેરની બહાર  ખાનગી આરોગ્ય દવા કરાઈ રહ્યાનું પણ તેઓની ગેરહાજરીના કારણે ચર્ચાઓએ સ્થાન લીધું છે. અને કેટલાકને કોરોના ટેસ્ટ કરાવતા તેઓને પોઝીટીવ રીપોર્ટ આવ્યાનું પણ સમાચાર સાંપડયા છે. ત્યારે આ દર્દીઓ અને પ્રમુખની મુલાકાતકર્તા કોણ છે. તેમ અંદરો અંદર ભાજપના કાર્યકર્તાઓ પ્રશ્ર્ન પૂછી રહ્યા છે.