દાહોદ,
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉસરા ગામે રાત્રીના સમયે રસ્તા ઉપર ફોર વ્હીલર ગાડી એન્ડીકેટર લાઈટ વગર ઉભી રાખતાં તે સમયે ત્યાંથી એક મોટરસાઈકલ પર સવાર બે વ્યક્તિઓ ફોર વ્હીલર ગાડીની પાછળ ધડાકાભેર અથડાતા બે પૈકી એકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાનું જાણવા મળે છે.
ગત તા.06 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના દેવઝરી ગામે પંડા ફળિયામાં રહેતાં 20 વર્ષીય ગોલુભાઈ મનુભાઈ બારીયા તથા તેમની સાથે ગામમાં રહેતાં અન્ય એક વ્યક્તિ મળી બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ લીમખેડા તાલુકાના ઉસરા ગામેથી રાત્રીના આઠેક વાગ્યાના આસપાસ પસાર થઈ રહ્યાં હતાં તે સમયે રસ્તા પર એક વરના ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી રસ્તા પર ઉભી રાખી હતી અને વગર કોઈ એન્ડીકેટર બતાવ્યાં વગર રસ્તા ઉપર ઉભી રાખતાં આ દરમ્યાન ઉપરોક્ત યુવકની મોટરસાઈકલ વરના ફોર વ્હીલર ગાડીની પાછળ ધડાકાભેર અથડાતાં મોટરસાઈકલ પર સવાર બંન્ને જણા જમીન પર ફંગોળાતાં જેને પગલે 20 વર્ષીય ગોલુભાઈને શરીરે, હાથે, પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ગોલુભાઈનું મોત નીપજતાં આ સંબંધે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના દેવઝરી ગામે પંડા ફળિયામાં રહેતાં સંતુબેન મનુભાઈ બારીયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.