નગરમાં ભેળસેળિયા રસની હાટડીઓ જામી: બાલાસિનોરમાં કાચી કેરી આવતાં પહેલાં પાકી કેરીનો રસ વેચાય છે.

  • નગરજનોના આરોગ્ય સાથે થતા ચેડા.

બાલાસિનોર, બાલાસિનોર ઉનાળાની શરૂઆત થતાની સાથે જ નગરમાં ઠેર-ઠેર ઠંડાપીણા અને કેરીના રસની હાટડીઓ શરૂ થઈ ગઈ છે. હજી કાચી કેરી બજારમાં આવી નથી. ત્યાં તો બજારોમાં કેરીના નામે વેચાઈ રહેલા અખાદ્ય ચીજો ભેળવીને વેચાવામાં આવી રહ્યો છે. આવા વિક્રેતાઓની સામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ અને આરોગ્ય તંત્રની રહેમ નજર નગરજનો માટે હાનિકારક સાબિત થશે. બાલાસિનોર નગર સહિત તાલુકામાં ઠેર-ઠેર કેરીના રસમાં સિન્થેટીક રસ પીરસવામાં આવતો હોવાની અને કેરીની માત્રા ઓછી અને તેમાંય સેન્સ, કલર અને સેકરીન પાવડર જેવા તત્વો ભેળવીને અસલ રસ ના નામે વેચવામાં આવે છે. જે લોકોના આરોગ્ય સાથે ચેડા સમાન છે. જ્યારે બનાવવામાં સડેલી અધક્ચરી કેરીઓનો પણ ઉપયોગ થતો હોવાનું મનાય છે. કેરીનો રસ બનાવવાના મશીનમાં આવી સડેલી કેરીઓમાં જીવજંતુ હોય તે પણ અંદર પીલાઈને એક રસ થઈ જાય છે. પણ કોઈ રસ પીવા ન જાય તેવી સુગ આવી જાય તે પ્રકારે સિન્થેટીક રસ બનાવાય છે. ત્યારે ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા તટસ્થ રીતે તપાસ હાથધરવામાં આવે તો આવોરસ પીરસતા વિક્રેતા રંગેહાથ ઝડપાઈ જાય તેમ છે. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આ બાબતની ગંભીરતાની નોંધ લઈ અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રસના વેપારીઓ સામે પગલા લેવામાં આવે તે જરૂરી છે.