ગોધરા નારી સંરક્ષણ કેન્દ્રમાંથી આશ્રિત બે બહેનો રસોડાના રૂમમાં વોચમેનને બંધ કરી સીડીનુ તાળુ તોડી ભાગી જતા ફરિયાદ

ગોધરા,ગોધરા પથ્થર તલાવડી નારી સંરક્ષણ કેન્દ્રમાં 7 એપ્રિલના રોજ સાંજના સમયે રસોડુ બનાવીને આશ્રિતોને નારી કેન્દ્રના મહિલા વોચમેન જમવાનુ પીરસતા હતા ત્યારે નારી કેન્દ્રમાં આશ્રિત બે બહેનોએ વોચમેનબેનના મોબાઈલ લઈ રસોડાને દરવાજો બંધ કરી તાળુ મારી દીધુ હતુ અને નારી કેન્દ્રના સીડીના દરવાજાનુ તાળુ તોડી બહાર નીકળી ગુમ થઈ જતાં આ બાબતે એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા પથ્થર તલાવડી નારી કેન્દ્રમાં ફરિયાદી લક્ષ્મીબેન સજીભાઈ સોમાભાઈ ડામોર મેનેજર 7 એપ્રિલના રોજ સાંજના સમયે રસોડુ બનાવી આશ્રિતોને જમવાનુ આપતા હોય તે વખતે નારી કેન્દ્રના મહિલા વોચમેન આશાબેન કનુભાઈ ખાંટ જમવાનુ પીરસતા હતા તે વખતે ગુમ થનાર બહેનો પુવાર દિપીકાબેન ગમાભાઇ(ધાનપુર પોલીસ મથકમાંથી મુકેલ), રાઠોડ નિર્મલાબેન અર્જુનભાઈ (વાછાવાડા વેજલપુર પોલીસ મથકમાંથી મુકેલ)બંનેએ મહિલા વોચમેનનો મોબાઈલ ફોન લઈ રસોડાનો દરવાજો બંધ કરી તાળુ મારી દીધુ હતુ. અને નારી કેન્દ્રના સીડીના દરવાજાનુ તાળુ તોડી નાંખી બહાર નીકળીને ગુમ થયેલ હોય આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.