ગોધરાના વડેલાવ ગામની 45 વર્ષિય મહિલા ચંચેલાવ ફાટક ઉપર ટ્રેનની અડફેટમાં મોત થયાની ફરિયાદ

ગોધરા,ગોધરા તાલુકાના વડેલાવ ગામે રહેતા 45 વર્ષિય મહિલા 8 એપ્રિલના રોજ રાત્રિના સમયે ખેતરમાં જવાનુ કહી નીકળેલ અને ચંચેલાવ ગામે રેલ્વે ફાટક ઉપર કોઈ કારણોસર રેલ્વેની અડફેટમાં આવી મરણ ગયેલ મળી આવેલ હોય આ બાબતે ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના વડેલાવ ગામે રહેતા શારદાબેન સોમાભાઈ જોબનાભાઈ પટેલ(ઉ.વ.45)પોતાના ધરેથી 8 એપ્રિલના રોજ રાત્રિના સમયે ધરેથી ખેતરમાં જાઉં છુ તેમ કહી નીકળેલ હતા અને ચંચેલાવ ગામે રેલ્વે ફાટક ઉપર કોઈ કારણોસર રેલ્વે ટ્રેનની અડફેટમાં આવી મરણ ગયેલ હોય આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.