મોરવા(હ)ના ડાગરીયા ચોકડી ઉપર ત્રણ દુકાનોમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા સરસામાન બળીને ખાખ થયો

ગોધરા,મોરવા(હ)તાલુકાના ડાગરીયા ચોકડી ઉપર કરિયાણાની દુકાન અને હોટલમાં શોર્ટસર્કિટને કારણે લાગેલ આગમાં ત્રણ દુકાનોના સરસામાન બળી જતાં નુકસાન થવાની ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરવા(હ)ના ડાગરીયા ચોકડી ઉ5ર રાજેશભાઈ જશવંતભાઈ બારીયાની કરિયાણા તેમજ હોટલની દુકાનોમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હતી. શોર્ટ સર્કિટને લઈ લાગેલ આગમાં દુકાનોનો સરસામાન બળીને ખાખ થઈ જતાં નુકસાન થવાની ફરિયાદ મોરવા(હ)પોલીસ મથકે નોંધાવવા પામી છે.