
પેરિસ, પેરિસમાં બહુમાળી ઈમારતમાં મોડીરાતે વિસ્ફોટ થયો હતો. જે બાદ ત્યાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી. પ્રાથમિક માહિતી અનુસાર, રુએ ડે ચારોન પર એક ઈમારતના ૭માં માળે આગ લાગતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. પોલીસ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે.
રિપોર્ટ મુજબ પેરિસમાં બહુમાળી ઈમારતમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નિકળતા તેમાં દઝાવાથી ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે અંગે હજુ સુધી કોઈ માહિતી નથી પોલીસ તે અંગે તપાસ કરી રહી છે. આ સાથે બિલ્ડિંગમાં બચાવ કામગીરી ચાલુ છે. આ ઈમારત પેરિસના ૧૧માં એરોન્ડિસમેન્ટમાં આવેલી છે અને પ્રાથમિક માહિતી અનુસાર, રુએ ડે ચારોન પર એક ઈમારતના ૭મા માળે આગ ફાટી નીકળતા પહેલા વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો, જે મામલે પોલીસ વિસ્ફોટ કેવી રીતે થયો તેની તપાસ કરી રહી છે.
૧૧મી એરોન્ડિસમેન્ટના ડેપ્યુટી મેયર લ્યુક લેબોને લે પેરિસિયનને કહ્યું કે પાડોશીઓ જાણતા નથી કે વિસ્ફોટનું કારણ શું છે, કારણ કે બિલ્ડિંગમાં કોઈ ગેસ ન હતો. જો કે બિલ્ડિંગના રહેવાસીઓના ઇનકાર છતાં સત્તાવાળાઓએ ગેસના નિશાન હોવાથી ઇનકાર કર્યો નથી.
ફ્રાન્સના પેરિસમાં રવિવારે સાંજે આઠ માળની ઈમારતમાં વિસ્ફોટને પગલે લાગેલી આગમાં ત્રણ લોકોના મોત થયા છે. જો કે વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઇમારત પેરિસના ૧૧મા એરોન્ડિસમેન્ટમાં સ્થિત છે થોડા વર્ષોમાં આ ત્રીજી વખત છે જ્યારે રાજધાનીમાં કોઈ બિલ્ડિંગની અંદર વિસ્ફોટ થયો છે, જેમાં ઘણા લોકો માર્યા ગયા છે. લે પેરિસિયન અનુસાર, ૧૨ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ, રુ ડી ટ્રેવિસમાં વિસ્ફોટ થયો હતો, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. ગયા વર્ષે ૨૧ જૂન, ૨૦૨૩ ના રોજ ૨૭૭ રુ સેન્ટ-જેક્સની ઇમારતમાં વિસ્ફોટ થયો હતો જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો.