રાજસ્થાનના અલવરમાં પત્નીના રીલ બનાવવાથી દુખી સરકારી કર્મચારીનો આપઘાત

  • પત્નીના રીલ પર અશ્લિલ કોમેન્ટ પતિને બિલકુલ પસંદ ન હતી.

અલવર,મહિલાને સોશિયલ મિડીયા પર રીલ બનાવવાનો શોખ હતો. ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર રીલ બનાવીને તે રાખતી ત્યારે લોકો અશ્લિલ કોમેન્ટ કરતા હતા. પત્નીના રીલ પર અશ્લિલ કોમેન્ટ પતિને બિલકુલ પસંદ ન હતી. જેને કારણે પતિ પત્ની વચ્ચે વિવાદ શરૂ થયો હતો. અંતે પરેશાન પતિએ આપઘાત કરી લીધો હતો.

રાજસ્થાનના અલવરમાં આ કરૂણ બનાવ બન્યો હતો. પતિએ ઘણીવાર પત્નીને રીલ ન બનાવવા કહ્યું હતું પરંતુ પત્ની માનતી ન હતી. જેને પગલે બન્ને વચ્ચે જોરદાર ઝઘડો થતા પત્ની રિસાઈને પિયર જતી રહી હતી. અંતે પરેશાન પતિએ આત્મહત્યા કરી લીધી. આપઘાત કરતા પહેલા યુવકે સોશિયલ મિડીયા પર લાઈવ થઈને અશ્લિલ કોમેન્ટ કરનારા લોકોને જવાબ પણ આપ્યો હતો. પરિવારમાં આ બાબતને લઈને થતા ઝઘડા પણ કહ્યું હતું.

રૈણી થાણા વિસ્તારના નાંગલબાસ ગામમાં રહેતા સિદ્ધાર્થ દૌસા સ્વાસ્થય વિભાગમાં એલડીસી પદે ફરજ બજાવતો હતો. દોઢ વર્ષ પહેલા પિતાની જગ્યાએ તેને નોકરી મળી હતી. સિદ્ધાર્થ ના માયા નામની યુવતી સાથે લગ્ન થયા હતા. ૫ એપ્રિલે સિદ્ધાર્થ આપઘાત કરતા તેના પરિવારજનોએ ૬ એપ્રિલના રોજ એફઆઈઆર દાખલ કરાવી હતી.

માયાને સોશિયલ મિડીયા પર રીલ બનાવવાનો શોખ હતો. તે સોશિયલ મિડીયા પર રીલ બનાવીને મુક્તી હતી. જેમાં અશ્લિલ કોમેન્ટને કારણે સિદ્ધાર્થ પરેશાન હતો. જેને કારણે બન્ને વચ્ચે ઝઘડા થતા હતા. દંપત્તીને ત્રણ દિકરી અને એક દિકરો છો.

સિદ્ધાર્થ માયાને રીલ બનાવવા મનાઈ કરી તો તેમની વચ્ચે ઝઘડો થયો. અંતે માયા પિયર ચાલી ગઈ હતી. જેમાં માયાએ સિદ્ધાર્થ પર આરોપ લગાવીને પોલીસમાં ફરિયાદ કરી હતી. કહેવાય છે કે સિદ્ધાર્થ ને દારૂની લત લાગી ગઈ હતી. જેને કારણે પણ બન્ને વચ્ચે ઝઘડા થતા હતા.

આત્મહત્યા કરતા પહેલા સિદ્ધાર્થ ઓનલાઈન આવ્યો હતો. તેણે કહ્યું કે તે પણ વિડીયો જોઈ રહી છે. સાંભળી લે , તુ છુટાછેડા લઈ લે. ચાર બાળકો મારી પાસે રહેશે. રતિરામ કોણ છે, હું તારો પતિ છું. હું કહીશ તે થશે. આજે હુ લાઈવ આવ્યો છું. પોતાના ભાઈને મરવા માટે છોડી દઉં. સોશિયલ મિડીયાના માધ્યમથી આ કહી રહ્યો હું મરી જઈશ. મારા ભાઈ અને તેન વચ્ચે લડાઈ ઘઈ છે. કેવી રીતે થયું છે. હું મારા ભાઈની સાથે છું. મારી આઈડી અને મારૂ સીમ બધુ જ સાસરીયાઓ પાસે છે. કેટલાક લોકો મને ખોટો કહેશે. પરંતુ હું મારા ભાઈનો સાથ નહી છોડું. મારા મોત માટે જવાબદાર રતિરામ અને માયા છે. મારો ભાઈ સલામત છે. મારા પરિવારની લડાઈ હતી. એવું હું માનુ છું. પરંતુ એવું ન થવું જોઈએ કે કોઈને ફસાવી દેવાય. મેં મારા સાસરીયાના પગ પણ ઘણીવાર પકડ્યા. તેનાથી વધારે કંઈ કરવા માંગતો નથી.પરંતુ હું હવે ચુપ નહી રહું. આ પહેલા મેં ક્યારેય રીલ નથી બનાવી. પરંતું હવે હું મજબુરીમાં લાઈવ આવ્યો છું.

મારી કોઈ ભૂલ હોય તો જણાવી દેજો. માયા સાથે મારો પર્સનલી કોઈ ઝઘડો નથી. તે મારા ભાઈને ફસાવવા માંગે છે. મારી લડાઈ બસ આ જ છે. હું મારા ભાઈ સાથે છું. તે પોતે સમજી જશે કે પરિવારમાં કેટલાય પ્રકારની મુશ્કેલીઓ હોય છે. પરિવારના લોકોને આ બધુ ખબર છે. સમજદાર લોકો સારી કોમેન્ટ કરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો ગંદી કોમેન્ટ કરે છે. જ્યારે તમારા ઘરમાં આવું થશે ત્યારે તમને સમજાશે. હું મારા પરિવારને તુટતા નથી જોઈ શક્તો અને તુટવા પણ નહી દઉં. તે માટે હું મારો જીવ પણ આપી દઈશ. આવી પત્ની અને છોકરીઓ તો બહુ બધી મળી જશે. પરંતુ પરિવાર નહી મળે. જો હું મરૂ છું તો મેં મારા નોમિની મારા ભાઈનેબનાવ્યો છં. મને મારા સાસરીયા અને પત્નીથી કોઈ મતલબ નથી. મારા ભાઈ અને તેના બાળકોને સરકારી નોકરી મળવી જોઈએ અને તેમને તમામ પ્રકારનો ક્લેઈમ પણ મળવો જોઈએ.

સિદ્ધાર્થ નો આ વિડીયો સોશિયલ મિડીયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. બીજીતરફ પોલીસ તપાસમાં જોતરાઈ છે. બીજીતરફ સિદ્ધાર્થ ને પણ પત્ની માયા સાથે રિલ્સમાં સામેલ થતા જોઈ શકાતી હતી. પત્નીના વિડીયોમાં પતિ પણ ભાગ લેતો હતો.

એસપી આનંદ શર્માએ કહ્યું છે કે પરિવારજનોની ફરિયાદ બાદ મિડીયાના માધ્યમથી સામે આવેલા વિડીયોમાં તે દિશામાં પણ તપાસ થઈ રહી છે. આ સંબંધે પરિવારજનોના નિવેદન નોંધવામાં આવ્યા છે. બીજીતરફ મૃતકની પત્ની અને બાળકોની પણ પુછપરછ કરવામાં આવી હતી. સોશિયલ મિડીયા એકાઉન્ટ્સને પણ ચેક કરવામાં આવી રહ્યું છે. જે લોકોએ કોમેન્ટ કરી છે તેમનો પણ સંપર્ક કરવામાં આવશે.