કંગના રનૌત બીફ ખાવાના સમાચાર પર ગુસ્સે થઈ, ઈમેજ ખરાબ કરે તેવી રણનીતિ કામ નહીં કરૂ

મુંબઇ, બોલિવૂડ ક્વીન કંગના રનૌત જ્યારથી રાજકારણમાં આવી છે ત્યારથી તે સતત ચર્ચામાં રહે છે. પોતાના નિવેદનથી કંગનાએ રાજકારણની ગલીઓમાં પણ ચર્ચાઓ શરૂ કરી દીધી છે. હવે તાજેતરમાં, કંગનાએ તેના પર બીફ ખાવાના આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે આયુર્વેદમાં ખૂબ માને છે અને તેનું પાલન કરે છે. ચાલો જાણીએ અભિનેત્રીએ શું કહ્યું.

કંગનાએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું, હું બીફ કે અન્ય કોઈપણ પ્રકારના રેડ મીટનું સેવન કરતી નથી. તે શરમજનક છે કે મારા વિશે સંપૂર્ણ પાયાવિહોણી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. હું ઘણા વર્ષોથી યોગિક અને આયુર્વેદિક દવા લઈ રહી છું. હવે આવી મારી ઇમેજને ખરાબ કરવા માટે વ્યૂહરચના કામ કરશે નહીં. મારા ચાહકો મને ઓળખે છે અને તેઓ જાણે છે કે હું ગૌરવપૂર્ણ હિંદુ છું. કોઈ સમાચાર કે અફવા તેમને ક્યારેય ગેરમાર્ગે દોરી શકે નહીં.. જય શ્રી રામ.

કંગનાની આ પોસ્ટ પર ફેન્સ ઘણી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ’તમારે આવી પાયાવિહોણી અફવાઓથી પરેશાન ન થવું જોઈએ. કંગના મેડમ, તમારી એનર્જી વેડફશો નહીં. હા, જે લોકો તમને ટેકો આપે છે તેઓ તમને ઓળખે છે. બીજાને ગમે તેટલું બોલવા દો. અન્ય એક યુઝરે લખ્યું, ’કંગના પોતાના મન, શરીર અને આત્માને શુદ્ધ કરવા માટે માત્ર ગાયનું છાણ ખાય છે.’ અન્ય યુઝરે લખ્યું, ’જૂઠું! થોડા વર્ષો પહેલા તમે ખુલ્લેઆમ બીફનું સમર્થન કેવી રીતે કર્યું? બીફ ખાનારા અને સમર્થકોએ હિમાચલની પવિત્ર ભૂમિથી દૂર રહેવું જોઈએ.

આ દરમિયાન કંગનાએ પોતાને એક નવી કાર ગિટ કરી છે. રવિવારે કંગના મુંબઈમાં તેની નવી મસડીઝ મેબેચમાં ફરતી જોવા મળી હતી. એક્ટ્રેસ સલૂનમાંથી બહાર નીકળતી વખતે પોતાની કારમાં બેઠેલી જોવા મળી હતી. કંગનાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કંગના રનૌતની મુંબઈમાં બે પ્રોપર્ટી છે, એક ઘર અને ઓફિસ. તાજેતરમાં જ તેમણે ભાજપમાં જોડાઈને રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી હતી. અભિનેત્રી હિમાચલ પ્રદેશની મંડી બેઠક પરથી ચૂંટણી લડશે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે આ પીએમ નરેન્દ્ર મોદીની ચૂંટણી છે અને જો લોકો તેમને મત આપશે તો તે વડાપ્રધાનને જ જશે.