નવીદિલ્હી, દિલ્હીના ભૂતપૂર્વ પોલીસ કમિશનર નીરજ કુમારે કહ્યું છે કે, ભારતીય રમતગમતમાં ભ્રષ્ટાચાર સામે કાયદો લાવવામાં હિતધારકોએ ગંભીરતાનો સ્પષ્ટ અભાવ દર્શાવ્યો છે. જેના કારણે જ ભૂતપૂર્વ ઝડપી બોલર એસ શ્રીસંત જેવો કોઈ વ્યક્તિ આઈપીએલ ૨૦૧૩માં તેની સામે સ્પોટ ફિક્સિંગના મજબૂત પુરાવા હોવા છતાં બચી ગયો.
૩૭ વર્ષ સુધી દેશની સેવા કરનાર આઈપીએસ અધિકારી નીરજ દિલ્હી પોલીસના પ્રભારી હતા જ્યારે તેમના માર્ગદર્શન હેઠળ સ્પેશિયલ સેલે શ્રીસંત અને તેના સાથી રાજસ્થાન રોયલ્સ ક્રિકેટરો અજીત ચંદીલા અને અંક્તિ ચૌહાણની સ્પોટ ફિક્સિંગના આરોપમાં ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડને ૨૦૧૯માં ચુકાદા આપ્યા છતાં તેની વિરુદ્ધ પુરાવા હોવા છતાં ભૂતપૂર્વ ભારતીય ખેલાડી પરના આજીવન પ્રતિબંધ પર પુનવચાર કરવા જણાવ્યું હતું. જેમાં સજા ઘટાડીને સાત વર્ષની સસ્પેન્શન કરવામાં આવી હતી. જે સપ્ટેમ્બર ૨૦૨૦માં સમાપ્ત થઈ ગઈ હતી.
નીરજે એક વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ’એવું લાગે છે કે મામલો ક્યાંય આગળ વયો નથી… કમનસીબે ક્રિકેટમાં ભ્રષ્ટાચાર અથવા સામાન્ય રીતે રમતગમતમાં ભ્રષ્ટાચારનો સામનો કરવા માટે ભારતમાં કોઈ કાયદો નથી. ઝિમ્બાબ્વે જેવા દેશમાં પણ ચોક્કસ કાયદા છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડમાં આ કાયદો છે. યુરોપમાં પણ કાયદો છે કારણ કે ભ્રષ્ટાચાર માત્ર ક્રિકેટમાં જ નથી ફૂટબોલ, ટેનિસ, ગોલ્ફમાં પણ છે.
નીરજ કુમારે ૨૦૦૦માં બીસીસીઆઇની હેન્સી ક્રોન્યે મેચ ફિક્સિંગ કૌભાંડમાં કેસ સાથે જોડાયેલા હતા. તેમણે કહ્યું કે, રમતગમતમાં ભ્રષ્ટાચારની કાર્યવાહીમાં સૌથી મોટો અવરોધ કાયદાનો અભાવ છે. તેમણે કહ્યું, ’ઉદાહરણ તરીકે, ઘણી વસ્તુઓ અમે ન્યાયિક ચકાસણીની ક્સોટી પર ઊતરતી શક્તા નથી. જો આપણે કહીએ કે મેચ ફિક્સિંગ દરમિયાન લોકો સાથે છેતરપિંડી થઈ હતી તો હવે કોર્ટ પૂછશે, મને એક વ્યક્તિ બતાવો. જેની સાથે છેતરપિંડી થઈ છે તે વ્યક્તિને કોર્ટમાં રજૂ કરો. કોણ કોર્ટમાં આવીને કહેશે કે હું ન્યાયી રમતની અપેક્ષા સાથે ક્રિકેટ મેચ જોવા ગયો હતો અને દરેક પોતાની ક્ષમતા મુજબ રમે છે? જેથી પીડિતાની ગેરહાજરીમાં કેસ સાબિત કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે.