દ્વારકા,રખડતા શ્વાનનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે હવે હડકાયા થયેલા શ્વાન સીધો જ માણસો પર હુમલો બોલાવી રહ્યાં છે. આવામાં દ્વારકાના ભાણવડમાં એક રખડતા શ્વાનના આતંકમાં કિશોરીનું મોત નિપજ્યું છે. રખડતા શ્વાને ભાણવડના રૂપામોરા વિસ્તારમાં ૧૧ વર્ષીય કિશોરીને ફાડી ખાધી હતી.
દ્વારકા જિલ્લાના ભાણવડના રૂપામોરા વિસ્તારમાં ૧૧ વર્ષીય કિશોરીને શ્વાને ફાડી ખાધી હતી. રૂપમોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની ૧૧ વર્ષની પુત્રી પુરીબેનને શ્વાન એ અનેક બચકા ભર્યા. ૧૧ વર્ષીય કિશોરી પર ગલીમાં રખડતા શ્વાન તૂટી પડ્યા હતા. માસુમ બાળકીને શ્વાને અનેક બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ થયેલ બાળકીને લઈ હોસ્પિટલ પહોંચતા પેહલા જ બાળકીનું કમકમાટીભર્યું મોત થયુ હતું. બદલાતા મોસમને કારણે કુદરત જ નહિ, માણસો ઉપરાંત તમામ જીવ-જંતુ તમામમાં પરિવર્તન થઈ રહ્યાં છે. જેના અનેક ઉદાહરણ આપણને જોવા મળે છે. પરંતુ તેના બાદ પણ આપણે જળવાયુ પરિવર્તનને લઈને સજાગ થયા નથી અને ન તો આ બદલાવને સ્વીકારી રહ્યાં છે. ક્લાયમેટ ચેન્જને કારણે પ્રકૃતિમાં અનેક પ્રકારના બદલાવ થઈ રહ્યાં છે, જેને કારણે પાકના ગ્રોથમાં ઘટાડો, લોકોના વિચારોમાં સમસ્યાઓ, માણસોની હાઈટમાં તકલીફ વગેરે સમસ્યાઓ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલ યુરોપ પણ ગરમીનો સામનો કરી રહ્યું છે. તો માણસો પણ અનેક સમસ્યાઓનો તકલીફો વેઠી રહ્યાં છે. પરંતું આગામી સમયમાં વ્યાપક રૂપમાં દુનિયાને અસર કરશે. રખડતા કૂતરાઓનો આતંક પણ ગ્લોબલ વોમગનો જ એક ભાગ છે.
ગત દિવસોમાં તમે જોયુ હશે કે કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. આ ક્લાયમેટ ચેન્જનું જ એક કારણ છે. રિસર્ચ અનુસાર, ગરમીના દિવસોમાં કૂતરાઓના હુમલાની ઘટનાઓ વધી રહી છે. તમને જણાવી દઈએ કે, અમેરિકાના આઠ શહેરોમાં લગભગ ૭૦ હજાર કૂતરાઓના એટેકની ઘટના બની છે.