નવીદિલ્હી ,
કોરોના બાદ અર્થવ્યવસ્થા ખુલ્યા બાદ ડીઝલની કિંમતમાં બેફામ વધારાથી ટ્રકથી માલનું પરિવહન મોંઘુ થઈ ગયું છે, કેટલાક રૂટ પર તો આ ભાડામાં ૯૧ ટકા જેટલો વધારો થયો છે, જેના કારણે વસ્તુની કિંમત પણ વધી ગઈ છે. બેક્ધ ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર ૧૫ ટન સામાનના ટ્રકનું દિલ્હીથી ભાડુ ૨૨ હજાર રૂપિયા છે.
જે ૨૦૧૬-૧૭માં ૧૧,૫૧૭ રૂપિયા હતું, એટલે કે આ ભાડામાં ૯૧ ટકાનો વધારો થઈ ગયો છે. રિપોર્ટ અનુસાર દિલ્હીથી બેંગ્લુરુનું ભાડુ ૩૫.૧ ટકા વધીને ૮૨,૯૬૬ રૂપિયા, જયારે હૈદ્રાબાદથી ૧૦.૨ ટકા વધીને ૬૪,૩૦૦ રૂપિયા, ચેન્નાઈને ૧૦.૫ ટકા વધીને ૮૬,૧૧૬ રૂપિયા, ત્રિવેન્દ્રમનું ભાડુ ૧૧.૭ ટકા વધીને ૮૯,૭૭૯ રૂપિયા થઈ ગયું છે. જયારે ગુવાહાટીનું ભાડુ ૧૦.૭ ટકા વધીને ૯૦,૦૧૫ રૂપિયા છે. જો કે પટણાના ભાડામાં ૨૪.૨ ટકાનો ઘટાડો થયો છે જે ૪૬૨૦૧ રૂપિયાથી વધીને ૩૫૦૦૦ રૂપિયા થઈ ગયો છે.
જો કે હાલમાં ડીઝલની કિંમતોમાં નરમી બાદ સરકાર દ્વારા ૬ રૂપિયા પ્રતિ લીટરના ઉત્પાદન ચાર્જમાં કપાતે પણ આ સમયગાળામાં માલ પરિવહન ના દર ઘટાડામાં યોગદાન આપ્યું છે. રિપોર્ટમાં કહેવાયું છે કે જયારે જયારે ડીઝલની કિંમતો ઘટી છે ત્યારે ટ્રકોના પરિવહન દરમાં પણ ઘટાડો થયો છે, જો કે દેશમાં છેલ્લા લાંબા સમયથી ડીઝલની કિંમતો ઉપર રહી છે.