દિલ્હી એરપોર્ટને પરમાણું બોમ્બથી ફૂંકી મારવાની ધમકી,બે આરોપીની ધરપકડ

નવીદિલ્હી, દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીઆઈ) ને પરમાણુ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારા બે પ્રવાસીની દિલ્હી પોલીસે ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ ૫ એપ્રેલના રોજ દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટમાં પ્લેનમાં ચઢતા પહેલા પ્રવાસીઓની તપાસ ચાલી રહી હતી. દરમિયાન બે મુસાફરોએ સિક્યુરિટી સ્ટાફને એરપોર્ટને પરમાણુ બોમ્બતી ઉડાવી દેવાની ધમકી આપી હતી. વધુમાં પોલીસે કહ્યું હતું કે એરપોર્ટ પર વિસ્ફોટની ધમકી આપનારા બન્ને શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

બન્ને વિરુદ્ધ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કલમ ૧૮૨/૫૦૫ (૧) બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે પોલીસે હજીસુધી આ બન્ને મુસાફરોની ઓળખ જાહેર કરી નથી.દિલ્હી એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે. જે દુનિયાના અનેક શહેરોને પાટનગર સાથે જોડે છે.