મહારાષ્ટ્રમાં મધ્યસત્ર ચૂંટણીના સંકેત, ઉદ્ઘવ ઠાકરેએ કાર્યર્ક્તાઓને કહ્યું ‘તૈયારીઓમાં લાગો’ ભાજપના પ્રવીણ દરેકરે કહ્યું કે રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીનો કોઈ અવકાશ નથી. સરકાર બહુમતીમાં છે.


મુંબઇ,
રાજ્યમાં ફરી એકવાર રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. મહારાષ્ટ્રમાં ગમે ત્યારે મધ્યસત્ર ચૂંટણી યોજાઈ શકે છે. શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના વિધાનસભા સંપર્ક પ્રમુખોને સંબોધતા ઉદ્ધવ ઠાકરેએ નિર્દેશ આપ્યો છે કે તેઓ મધ્યસત્ર ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દે. આજે (૫ નવેમ્બર, શનિવાર) તેમણે મુંબઈના દાદરમાં શિવસેના ભવનમાં તેમના પક્ષના આ પદાધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. તેમણે આ બેઠકમાં આ સૂચના આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ આવું કહ્યા બાદ રાજકીય વર્તુળોમાં આ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ભાજપના પ્રવીણ દરેકરે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો .

પ્રવીણ દરેકરે કહ્યું કે રાજ્યમાં મધ્યસત્ર ચૂંટણીનો કોઈ અવકાશ નથી. સરકાર બહુમતીમાં છે. રાજ્યમાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહી છે. શું ઉદ્ધવ ઠાકરે કોઈ જ્યોતિષી છે જે મયસત્ર ચૂંટણીની આગાહી કરી રહ્યા છે? શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે કહ્યું કે ઉદ્ધવ ઠાકરે આવું એટલા માટે કહી રહ્યા છે કારણ કે તેમણે તેમના પક્ષના કાર્યકરો અને નેતાઓને બહાર જવાનું બંધ કરવું પડશે. તેઓ તેમના કાર્યકરોમાં ઉત્સાહ ભરવા માટે આવું કહી રહ્યા છે. બાળાસાહેબના વિચારો સાથે જોડાવા માટે તેમના જૂથના મોટાભાગના લોકો અમારી સાથે જોડાવા તૈયાર છે.

પત્રકારોએ આ અંગે સાંસદ ગજાનન કીતકરનું નામ લીધું અને પૂછ્યું કે શું તેઓ તેમના વિશે વાત કરી રહ્યા છે કારણ કે તેઓ શિવસેનાની લોકાધિકાર સમિતિના મહાસંગ્રામ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પણ હાજર નહોતા રહ્યા, તેમ છતાં તેઓ તેના અયક્ષ છે? આના પર દીપક કેસરકરે કહ્યું કે તેઓ કોઈનું નામ વધારવા માંગતા નથી. પરંતુ ચોક્કસપણે કહેવા માંગુ છું કે ઉદ્ધવ ઠાકરેએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ કે આખરે શું થયું છે કે મોટાભાગના લોકો અમારી સાથે છે. બહુમતી અમારી સાથે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર માટે રૂ. ૨ લાખ કરોડના ૨૨૫ પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. ચૂંટણી આવી રહી છે, ત્યારે આવું થાય છે. આ દલીલ કરતા ઉદ્ધવ ઠાકરેએ તેમના વિધાનસભા સંપર્ક વડાઓને ચૂંટણીની તૈયારી શરૂ કરવા સૂચના આપી છે.