ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ચાર આરોપીઓના કોર્ટમાં રજૂ કરાયા, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા

રાજકોટ,
ગુજરાતમાં મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ચાર આરોપીઓના કોર્ટમાં રજૂ કરાયા છે. જેમાં ચાર દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ જતાં ફરી કોર્ટમાં રજુ કરાયા હતા. જેમાં પોલીસ દ્વારા વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી છે. તેમજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.જે. ખાનની કોર્ટમાં રજૂ કરાયા છે. તેમજ કોર્ટમાં રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા હતા. મોરબી પુલ દુર્ઘટનામાં એફએસએલની ટીમે તપાસ હાથ ધરી છે.. હ્લજીન્ની ટીમે પુલ દુર્ઘટના સ્થળ પરથી તપાસ માટે સેમ્પલ લીધા છે.. આ સેમ્પલ પુલના કાટમાળમાંથી લેવાયા છે. જે જગ્યાએથી કેબલ તૂટ્યો હતો તે જગ્યા અને અન્ય જગ્યાએથી પણ સેમ્પલ લેવાયા છે.. જેની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવશે. હવે એફએસએલના રિપોર્ટમાં જાણવા મળશે કે પુલ કયા કારણોસર તૂટી પડ્યો હતો.

મોરબી પુલ દુર્ઘટના મામલે તપાસ તેજ કરી દેવાઈ છે.. અમે તમને દુર્ઘટના મામલે આજે શું-શું થયું તે જુદા-જુદા દ્રશ્યોમાં દર્શાવી રહ્યા છીએ.. દુર્ઘટના સ્થળે રહેલા કાટમાળમાંથી એફએસએલની ટીમે સેમ્પલ લીધા છે. હ્લજીન્રિપોર્ટમાં જાણવા મળશે કે પુલ કેવી રીતે તૂટ્યો. બીજીતરફ આ મામલે નગરપાલિકાના ચીફ ઓફિસરને સસ્પેન્ડ કરી દેવાયા છે.. આ તરફ કૉંગ્રેસના અગ્રણીઓએ રાજકોટ આઈજી સમક્ષ માંગ કરી છે કે હ્લૈંઇમાં જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવે. તો બીજી તરફ જયસુખ પટેલની કોઈપણ સમયે અટકાયત થઈ શકે છે.. તેનું છેલ્લું લોકેશન હરિદ્વાર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આતરફ એક મૃતકના ભાઈએ સુપ્રીમ કોર્ટમાં રિટ પિટિશન દાખલ કરીને નિવૃત્ત ન્યાયાધીશની અયક્ષતામાં તપાસની માંગ કરી છે.. જ્યારે પુલનું સમારકામ કરતી કંપનીમાં પણ પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું..