- જીલ્લામાં 42 સખી મતદાન મથક, 6 આદર્શ મતદાન મથક, 6 દિવ્યાંગ સંચાલિત મતદાન મથક અને 01 યુવા સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવશે.
- જીલ્લાના કુલ 3,80,175 યુવા મતદારો, કુલ 9,73,370 મહિલા મતદારોમતદારો તથા કુલ 21,087 દિવ્યાંગ મતદારો માટે વિશિષ્ટ મતદાન મથકો તૈયાર થશે
નડિયાદ,મતદાન કરવુ એ પ્રત્યેક નાગરીકની મૂળભૂત ફરજ છે. ભારત વિશ્ર્વની સૌથી મોટી લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે. આઝાદી બાદ આપણા પૂર્વજોએ અન્ય કોઈ શાસન પ્રણાલીની જગ્યાએ લોકશાહીથી ચાલતી સરકારને પસંદ કરી હતી. આજે આઝાદીના 77 વર્ષો પૂર્ણ થયા છે અને લોકશાહી શાસનવ્યવસ્થાથી ભારતે અનેકવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. ત્યારે લોકશાહીના ભવ્ય વારસાને જાળવવો પ્રત્યેક દેશવાસીનું કર્તવ્ય છે. લોકશાહી લોકો દ્વારા અને લોકો વડે ચાલતી શાસન વ્યવસ્થા છે ત્યારે દરેક વ્યક્તિ આ પ્રક્રિયામાં જોડાય તે અતિ આવશ્યક છે. એના માટે સામાન્યમાં સામાન્ય નાગરીક પણ ફક્ત મતદાન આપીને પોતાની ફરજ પુરી કરી શકે છે.
18મી લોકસભા ચૂંટણી માટે સમગ્ર દેશમાં 19 એપ્રિલ 2024 થી 01 જૂન 2024 સુધી સામાન્ય ચૂંટણીઓ યોજાશે. જેમાં ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 07 મે, 2024ના રોજ કુલ 26 લોકસભા સીટ પર મતદાન થનાર છે. ત્યારે સમગ્ર રાજ્યમાં ચૂંચૂંટણી પ્રક્રિયાશાંતિમય વાતાવરણમાં પુર્ણ કરવા મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજ્યના માર્ગદર્શન હેઠળ દરેક જીલ્લામાં કામગીરી થઈ રહી છે. જેમાં ખેડા જીલ્લામાં પણ વધુમાં વધુ મતદાતાઓને મતદાન બુથ સુધી લાવવા જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નક્કર પગલાઓનું આયોજન છે. 05 જાન્યુઆરી, 2024 ના રોજ પ્રસિદ્ધ કરાયેલી મતદાર યાદી મુજબ ખેડા જીલ્લામાં 18 થી 19 વર્ષના કુલ 37,081 અને 20 થી 29 વર્ષના કુલ 3,43,094 યુવા મતદારો છે. સાથે જ જીલ્લામાં કુલ 9,73,370 મહિલા મતદારો અને કુલ 21087 દિવ્યાંગ મતદારો છે. ત્યારે મતદાતાઓના આ તમામ જુથોને મતદાન આપવા માટે પ્રોત્સાહન મળે તથા મતદાન માટે સરળતા રહે તે માટે જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક ખાસ પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવનાર છે. જેમાં જીલ્લના વિવિધ સ્થળોએ સખી, આદર્શ, યુવા અને દિવ્યાંગો સંચાલિત મતદાન મથકો ઉભા કરી વિશેષ સ્ટાફ દ્વારા આ મતદાન બુથોને સંચાલિત કરવામાં આવશે. જીલ્લામાં 42 સખી મતદાન મથક, 6 આદર્શ મતદાન મથક, 6 દિવ્યાંગ સંચાલિત મતદાન મથક અને 01 યુવા સંચાલિત મતદાન મથક તૈયાર કરવામાં આવશે.
જીલ્લામાં કુલ 42 સખી મતદાન મથકો ઉભા કરવામાં આવશે. જે પૈકી118-મહુધા મતવિસ્તાર માટે 2-પ્રાઈમરી સ્કુલ ધાંધોડી વેસ્ટ પાર્ટ, 54-મહુધા, 1-ક્ધયા વિદ્યાલય નાગરીક સહકારી બેન્ક મહુધા રૂમ નં-1, 56-મહુધા, 3-પ્રાઈમરી સ્કુલ મહુધા નોર્થ પાર્ટ રૂમ નં-1, 70-ફીણાવ 2-પ્રાઈમરી સ્કુલ ફીણાવ વેસ્ટ પાર્ટ રૂમ-4, ભૂમસ-72, 2-પ્રાઈમરી સ્કુલ ભૂમસ રૂમ નં-2, 126-અરેરા,3-પ્રાઈમરી સ્કુલ, બિલ્ડીંગ ન-2, રૂમ નં-2, 191 કમળા 1-પ્રાઈમરી સ્કુલ, ઈસ્ટ પાર્ટ સહિત કુલ 07 સખી મતદાન મથકોતૈયાર કરવામાં આવશે.119-ઠાસર મતવિસ્તાર માટે34 કુણી-2 પ્રાઈમરી સ્કુલ રૂમ નં-1, 91-પડાલ-6 પ્રાઈમરી સ્કુલ ઈસ્ટ પાર્ટ ટીંબાના મુવાડા તાબે પડાલ, 186-મૂળીયાદ-1 પ્રાઈમરી સ્કુલ રૂમ નં-5, 228-ડાકોર-6-મેઇન ગર્લ્સ સ્કુલ વેસ્ટ પાર્ટ ડાકોર, 185-સૂઈ-3-પ્રાઈમરી સ્કુલ સેવાપુરા તાબે સુઈ, 244-વિંજોલ- ગ્રામપંચાયત, 267- નેશ-2 પ્રાઈમરી સ્કુલ, રૂમ નં-1 સહિત કુલ 7 મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.120-કપડવંજ મતવિસ્તાર માટે 110-કપડવંજ, 13-શારદા મંદિર હાઇસ્કુલ રૂમ નં-7, 117-કપડવંજ, 20-એમ.પી. હાઇસ્કુલ રૂમ નં-7, 132-કપડવંજ, 35-મુખ્ય ક્ધયાશાળા રૂમ નં-7, 165-સોરણા-2 પ્રાઈમરી સ્કુલ રૂમ નં-4, 283-કઠલાલ-6 કુમાર સ્કુલ રૂમ નં-1, 291-કઠલાલ-14 એમ.આર હાઈસ્કુલ, મિડલ પાર્ટ કઠલાલ, 309-ભાટેરા-2 પ્રાઈમરી સ્કુલ ભાટેરા ઈસ્ટ પાર્ટ રૂમ નં-6 સહીત કુલ 7 મતદાન મથકોતૈયાર કરવામાં આવશે.115-માતરમતવિસ્તાર માટે16-ખેડા-11 નગરપાલીકા પાસે પ્રાઈમરી ગર્લ્સ સ્કુલ રૂમ નં-3, 19-ખેડા-14-એચ.ડી. પારેખ હાઇસ્કૂલ, રૂમ નં-2 મહેમદાવાદ રોડ ખેડા, 78-વણસર-1 પ્રાઈમરી સ્કુલ ન્યુ બિલ્ડીંગ રૂમ નં-1, 82-આંત્રોલી-3-પ્રાઈમરી સ્કુલ ન્યુ બિલ્ડીંગ નવી ડેરીની પાસે, 100-અલિન્દ્રા-2 ન્યુ પ્રાઈમરી સ્કુલ નોર્થ પાર્ટ પીએસીની પાછળ, 132-ગરમાલ-1 ન્યુ પ્રાઈમરી સ્કુલ રૂમ નં-1, 262-વસો-8 જીબાબા ક્ધયા વિદ્યાલય ઈસ્ટ પાર્ટ સહિત કુલ 7 મતદાન મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 116-નડીઆદ મતવિસ્તાર માટે 52-નડીઆદ-52 પ્રાઈમરી સ્કુલ નં.21રૂમ નં-3 એસઆરપી કમ્પાઉન્ડ, 66-નડીઆદ-66 મ્યુનસીપલ ઇન્દુલાલ યાજ્ઞિક સ્કુલ નં-23રૂમ નં-5 મરીડા ભાગોળ, 113-નડીઆદ-113 ન્યુ ઇંગ્લિશ સ્કુલ રૂમ નં-2, રેલવે સ્ટેશનની પાછળ, 158-નડીઆદ-158, બાસુદીવાલા પબ્લિક હાઇસ્કુલ, રૂમ નં-9, ઈપ્કોવાળા હોલની પાસે, પારસ સર્કલ, 160-નડીઆદ-160 મ્યુનસિપાલટી નં.1 પ્રયોગ પાર્ક રૂમ નં-2, 179 નડીઆદ- 179 પ્રાઈમરી સ્કુલ ડુમરાલ રૂમ નં-1, 185-પીપલગ-4 ન્યુ પ્રાઈમરી સ્કુલ, રૂમ નં-4 સહિત કુલ 7 મતદાન મથકોતૈયાર કરવામાં આવશે. ઉપરાંત117-મહેમદાવાદ મતવિસ્તાર માટે146-અરેરી-1 પ્રાઈમરી સ્કુલ વેસ્ટ પાર્ટ રૂમ નં-3, 170- મહેમદાવાદ-18 પ્રાઈમરી ક્ધયા શાળા નોર્થ પાર્ટ રૂમ નં-10, 174- મહેમદાવાદ-22 શેઠ જે.એચ.સોનાલા હાઇસ્કૂલ રૂમ નં-1, 186-વિરોલ-1 પ્રાઈમરી સ્કુલ રૂમ નં-1, 188-છાપરા-1 પ્રાઈમરી સ્કુલ ઈસ્ટ પાર્ટ, 195-કાચ્છાઈ-2 પ્રાઈમરી સ્કુલ રૂમ નં-1, 199-દેવકી વણસોલ-1 પ્રાઈમરી સ્કુલ રૂમ નં-5 ઈસ્ટ પાર્ટ સહિત કુલ 7 મતદાન મથકો એમ જીલ્લામાં કુલ 42 સખી સંચાલિત મતદાન મથકો તૈયાર કરવામાં આવશે.
જ્યારે દિવ્યાંગ સંચાલિત મતદાન મથકોમાં 118-મહુધા ખાતે પ્રાઈમરી સ્કુલ ધાંધોડી ઈસ્ટ પાર્ટ, 119-ઠાસરા ખાતે 237-ડાકોર-15 ન્યુ મ્યુનસીપલ ઓફિસ કોર્ટ સામે, 120-કપડવંજ ખાતે 151- તોરણા-6 પ્રાઈમરી સ્કુલ રૂમ નં.1, હીરાપુરા તાબે તોરણા કપડવંજ, 115-માતર ખાતે 69-સોખડા-1 ન્યુ પ્રાઈમરી સ્કુલ રૂમ નં.1, મિલ્ક ડેરી સોખડા, 116-નડીઆદ ખાતે નડીઆદ-15 જીવન વિકાસ એજ્યુકેશન એકેડમી ઓવરબ્રિજ પાસે, રૂમ નં. 9, 117-મહેમદાવાદ ખાતે 79-સોજાલી-2 પ્રાઈમરી સ્કુલ ઈસ્ટ પાર્ટ રૂમ નં.6 ખાતે એમ કુલ 06 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો પર દિવ્યાંગો દ્વારા સમગ્ર બુથનુ સંચાલન કરવામાં આવશે.
આવી જ રીતે જીલ્લામાં કુલ 06 આદર્શ મતદાન મથકો તૈયાર કરવાનું આયોજન છે. જેમાં 115 માતર માટે 132-ગરમાળા-1, ન્યુ પ્રાઈમરી સ્કુલ ગરમાળા રૂમ નં-1 ખાતે, 116-નડીઆદ માટે 40-નડીઆદ-40, સંત અન્ના હાઈસ્કુલ કપડવંજ રોજ, નડીઆદ રૂમ નં-2અ ખાતે, 117-મહેમદાવાદ માટે 130-સિહુંજ -6 પ્રાઈમરી કુમાર શાળા, સાઉથ પાર્ટ, સિંહુજ ખાતે, 118-મહુધા માટે 71-ભૂમસ-1 માટે પ્રાથમિક શાળા, ઈસ્ટ પાર્ટ, રૂમ નં-4 ભૂમસ ખાતે, 119-ઠાસરા ખાતે 113-પાલી-11, સીપી પટેલ હાઈસ્કુલ સેવાલીયા રૂમ નં-118 પાલી ખાતે અને 120-કપડવંજ માટે 79-કરકરીયા પ્રાઈમરી સ્કુલ રૂમ નં-1 કરકરીયા ખાતે આદર્શ મતદાન મથકો તૈયાર કરવામાં આવશે.
સાથે ખેડા જીલ્લામાં યુવાનોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટે ખાસ 132-નડિયાદ સેન્ટ મેરી હાઈસ્કૂલ, આરસી-મિશન, ઓપોઝિટ-વૈશાલી સિનેમા, રૂમ નં-4 ખાતે યુવા સંચાલિત એક મતદાન મથક તૈયાર કરવામાં આવશે. આ રીતે સમગ્ર જીલ્લાની તમામ વિધાનસભા મતદાન બેઠકો પર વિશિષ્ટ પ્રકારના મતદાનબુથ તૈયાર કરીને વધુમાં વધુ લોકોને મતદાન કરવાની પ્રેરણા આપવામાં આવશે.