
મલેકપુર, મહીસાગર જીલ્લાના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલા હટાવ મીશન અંતેગત લુણાવાડા સ્થિત રાજપૂત સમાજની વાડી ખાતે મહાસંમેલન યોજાયું હતું. આ મળેલ મહાસંમેલનમાં જીલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો, મહીલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ મળેલ મહા સંમેલન માં ઉપસ્થિત ક્ષત્રિયાણિઓ દ્વારા તેમનાં લાડલા ભાઈ નરેન્દ્ર ભાઇ મોદીને યાદ કરીને છસો જેટલા પોસ્ટકાર્ડ લખવામાં આવેલ જે આ પત્રમાં આ લાડલી બહેનોએ નરેન્દ્રભાઇ જ્યારે ગુજરાત થી દિલ્હી જઈ રહ્યા હતા. ત્યારે આપે બહેનોને વયન આપેલ હતું કે, મારી જ્યારે જ્યારે મારી બહેનોને જરૂર પડશે. ત્યારે ત્યારે મને એક પોસ્ટકાર્ડ લખશે તો પણ હું આવીને ઉભો રહીશ તો અમારા લાડકવાયા ભાઈની આજે અમારી ઈજ્જત ઉપર આવી પડેલી છે. ત્યારે આપની જરૂરિયાત છે. તોઅમોને આપની પાર્ટીના ઉમેદવાર દ્વારા જે વાણી વિલાસ કરીને ખરાબ ચીતરવામાં આવી છે. તો એક ભાઈ તરીકેની આજે આપે જવાબદારી ઉપાડીને અમને યોગય ન્યાય અપાવવા વિનંતિ છે.
આ સંમેલનમાં રાજપુત સમાજ વિરૂદ્ધ બેફામ વાણી વિલાસ કરનાર લોકસભાના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગણીને દોહરાવીને રૂપાલાની લોકસભાની ટિકિટભાજપ રદ ના કરે ત્યાં સુધી લડત લડવાની નેમ (શપથ)સૌ ઉપસ્થિત સૌ એ લીધેલ હતાં.
રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવાની માંગનું આંદોલન હવે ગુજરાતના તમામ જીલ્લાઓમાં અને દરેક તાલુકા સ્તરે અને ગ્રામ્યસ્તરે પણ આ રૂપાલા હટાવોનું આંદોલન જોર પકડતું જાય છે.