વિરપુર MGVCL કચેરીની ગંભીર બેદરકારી સામે આવી: બેન્ક ઓફ બરોડા સામે મોતના કુવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે

  • MGVCL કચેરીની નજીકમાં બેન્ક ઓફ બરોડાની બિલકુલ સામે આવેલ જીવિત વીજ ડીપી જાડી જાંખરા થી ઢંકાઈ જતા અકસ્માતને નોતરું….

વિરપુર,મહીસાગર જિલ્લાના વિરપુરમાં MGVCL કચેરીની ઘોર બેદરકારી નજરે દેખાઈ રહી છે. વિરપુર MGVCLની બિલકુલ નજીકમાં બેન્ક ઓફ બરોડા આવેલી છે. જેના કારણે રોજિંદા અસહ્ય બેન્કના ગ્રાહકો આવતા હોય છે અને તે સ્થળે યોગેશ્વરપાર્ક સોસાયટી પણ આવેલી છે. જેના કારણે આ સ્થળે રોજિંદા હજારોની સંખ્યામાં લોકો પસાર થતા હોય છે, તેવામાં તે જ સ્થળે યોગેશ્વર પાર્ક સોસાયટીની જીવિત વીજ ડીપી આવેલ છે અને આ ડીપી બેન્ક ઓફ બરોડાની બિલકુલ સામે નજીકમાં આવેલ છે અને આ ડીપીમાં અસહ્ય જાડી જાંખરા ઉંગી નીકળ્યા છે. જેના કારણે ડીપી ઢંકાઈ જાય તેવી પરિસ્થતિ ઉભી થઈ રહી છે અને જાડી જાંખરા એટલી હદે ફૂટી નીકળ્યા છે. ત્યાંથી પસાર થવામાં પણ ભય રહે છે. બેન્ક ઓફ બરોડામાં કામ અર્થે આવતા ઘણા ગ્રાહકો પોતાની સાથે નાના નાના ભૂલકાઓને પણ લાવતા હોય છે. જેના કારણે બાળક રમતા રમતા જો આ જીવિત વીજ ડીપીની ફરતે ફૂટી નીકળેલા જાડી જાંખરાને અડી જાય તો મોટી જાનહાની થઈ શકે છે. વિરપુર માં લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું આ બેન્ક ઓફ બરોડાના કર્મચારીઓને આ દૂરદશા નહીં જોવાતી હોય બેંક ઓફ બરોડાના અધિકારીઓ આ બાબતે ફરિયાદ ના કરી શકે?? વધુમાં વિરપુરમાં વાયુવેગે ચર્ચાએ જોર પકડ્યું છે કે MGVCL કચેરી નજીક બેન્ક ઓફ બરોડા સામે આવેલ આ ડીપીની ફરતે અસહ્ય કાંટાળા જાડી જાંખરા ઉંગી નીકળ્યા છે તે કોઈ MGVCLના કર્મચારીને નઈ દેખાતું હોય કે પછી કોઈ માનવીનો અકસ્માતે મૃત્યુ થાય તેની રાહ જોવાઈ રહી છે. તે એક મોટો સવાલ ઉત્પન્ન થવા પામ્યો છે. વિરપુર બેન્ક ઓફ બરોડામાં આવતા ગ્રાહકોની સાથે યોગેશ્વર પાર્ક સોસાયટીના સ્થાનિક રહીશોની લાગણી સાથે માંગણી છે કે તત્કાલીન ઝડપથી આ જીવિત વીજ ડીપીની ફરતે જાડી જાંખરા કટિંગ કરવામાં આવે જેથી કરીને અકસ્માત પૂર્વે સાવચેતી રહે.

બેન્ક ઓફ બરોડાની બિલકુલ સામે આવેલ જીવિત વીજ ડીપીની ફરતે ફેલાયેલ જાડી જાંખરાનું તત્કાલીન કટિંગ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.