તાઈપે, તાઈવાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપના ત્રણ દિવસ બાદ પણ સેંકડો લોકો કાટમાળ અને ખાઈ વચ્ચે ફસાયેલા છે. તાઇવાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, શનિવાર સુધીમાં પણ ૬૦૦ થી વધુ લોકો હજુ પણ ફસાયેલા છે અને હજુ સુધી રાહત તેમના સુધી પહોંચી નથી. આ તમામ લોકો જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. તેથી મૃત્યુઆંક વધે તેવી આશંકા છે. હાલમાં, તાઈવાનના ભૂકંપમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોતની પુષ્ટિ થઈ છે.
તમને જણાવી દઈએ કે તાઈવાનમાં બુધવારે આવેલા ભૂકંપને છેલ્લા ૨૫ વર્ષમાં સૌથી શક્તિશાળી ભૂકંપ માનવામાં આવે છે, જેના કારણે ઘણી ઇમારતોને નુક્સાન થયું હતું અને ઘણા લોકો દૂરના વિસ્તારોમાં ફસાઈ ગયા હતા. આ ભૂકંપના કારણે ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે. બચાવ કાર્યકરો શકડાંગ રોડ પર ખડકો નીચે દટાયેલા બે મૃતદેહોને બચાવવા માટે શનિવારે ભારે સાધનો લાવવાની યોજના બનાવી રહ્યા છે. કઠોર પર્વતીય પ્રદેશમાં સ્થિત, તારોકો નેશનલ પાર્કના શકડાંગ રોડ પર વધુ ચાર લોકો ગુમ થયા છે. આફ્ટરશૉક્સના કારણે શુક્રવારે બપોરે બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
તાઈવાનમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે જ્યારે ૧૦ અન્ય લોકો લાપતા છે. ’તારોકો પાર્ક’ની એક હોટલમાં ફસાયેલા લગભગ ૪૫૦ લોકો સહિત ૬૦૦ થી વધુ લોકો વિવિધ સ્થળોએ ફસાયેલા છે જેઓ ખડકો અને અન્ય નુક્સાનને કારણે અન્ય સ્થળોએથી કપાઈ ગયા છે. તાઇવાનમાં સખત બિલ્ડિંગ ધોરણો અને લોકોને ધરતીકંપની સલામતી વિશે શિક્ષિત કરવા માટે વ્યાપક શિક્ષણ કાર્યક્રમો છે, જેના પરિણામે આટલા શક્તિશાળી ભૂકંપ છતાં પ્રમાણમાં ઓછી જાનહાનિ થઈ છે. મૃત્યુ પામ્યા છે.