
લંડન,
બ્રિટનમાં આથક અને રાજકીય સંકટ વચ્ચે વડાપ્રધાન બનેલા ૠષિ સુનક દેશના અર્થતંત્રની સમસ્યાઓ ઉકેલી લેશે તેવી આશા વચ્ચે તેમને એક નિવેદનથી નવો વિવાદ સર્જયો છે અને કહ્યું છે કે, સરકાર દરેકની સમસ્યાનો હલ ઉકેલી શકે નહીં.તેમણે એવું પણ જણાવ્યું કે, આગામી સમયમાં આવનારી આથક પડકારો પ્રતિ ઇમાનદાર બનીને હું કામ કરીશ.
ધ ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે હું દેશના લોકોને જે આથક સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેનાથી વાકેફ છું અને તેમાંથી રાહત મળે તે માટે દરેક પગલા લેવા તૈયાર છું પરંતુ હું પહેલા સ્પષ્ટ કરી દેવા માગુ છું કે સરકારી હસ્તક્ષેપની પણ એક સીમા હોય છે.
એ સાચી વાત છે કે આપણે જે ટ્રેડ-ઓફનો સામનો કરી રહ્યા છીએ તેના માટે હું ચિંતા કરુ છું. પરંતુ દરેક વ્યક્તિ ઉધાર લેવાની વાત કરે છે પણ સરકાર બધુ કરી શકે નહીં. ૠષિ સુનકે ઇક્ધમટેક્સ અને વેટ અંગેના સવાલો પણ કોઇ જવાબ આપવાનો ઇક્ધાર કર્યો હતો.
તેમણે કહ્યું કે, ટેક્સ પોલીસીની બાબતમાં હમણા વાત નહીં કરું. બોરીસ જોન્સનના રાજીનામા બાદ લીઝ ટ્રસ બ્રિટનના વડાપ્રધાન બન્યા અને ૪૬ દિવસમાં જ રાજીનામુ આપવું પડ્યું. તેઓ પોતે બ્રિટનના લોકોની સમસ્યા ઉકેલી શક્યા નહીં તેથી પદ છોડ્યું હતું પરંતુ હવે સુનક પણ પોતાની મર્યાદા બતાવી રહયા છે.