અંબાજી, રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. રોજે રોજ રાજ્યમાં અકસ્માતના બનાવો બની રહ્યાં છે. બેફામ ડ્રાઈવ, ઓવર સ્પિડ તેમજ આરટીઓ નિયમોના ભંગના કારણે આ બનાવો વધી રહ્યાં હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. ત્યારે આજે સાબરકાંછા અને ભાવનગરમાં અકસ્માતની ઘટનાઓ બની છે. જેમાં સાબરકાંઠાના બનાવામાં પતિ-પત્નીનું મૃત્યું થયું છે.
સાબરકાંઠાના ઇડર- હિંમતનગર હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં પતિ-પત્નીના કમકમાટી ભર્યા મોત થયા છે. ડ્રાઇવરે કાર પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અત્રે જણાવીએ કે, વડોદરાનો પરિવાર અંબાજી દર્શન કરવા જતા વચ્ચે જ અકસ્માત નડ્યો હતો. જેમાં પતિ-પત્નીનું મોત થયું છે જ્યારે પરિવારના ચાર લોકોને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા છે.
તો બીજી ભાવનગરમાં પણ અકસ્માતની ઘટના ઘટી છે. શેત્રુંજી નદીના નાળામાં ટ્રક ખાબક્યાની ઘટના સામે આવી છે. ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક નાળામાં ખાબકી હતી. જેમાં ટ્રકચાલકનું મોત નિપજ્યું હતું. બ્રિજની દીવાલ તોડી ટ્રક નાળામાં ખાબકી હતી