મહિસાગરમાં ક્ષત્રિય સમાજની મહિલાએ રૂપાલાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લખ્યો પત્ર

મહિસાગર, રૂપાલાના એક નિવેદન સમગ્ર ગુજરાતના ક્ષત્રિયોનુ દિલ દુભાવ્યું છે,આ ઘટનાને લઈ સમગ્ર ક્ષત્રિય સમાજ દ્વારા છેલ્લા એક અઠવાડીયાથી પણ વધારે સમય કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે,કયાક પૂતળા દહન,કયાક પત્ર તો કયાંક જૌહરની પણ ચિમકી ઉચ્ચારાઈ છે,આજે મહિસાગરના લુણાવાડા ખાતે જીલ્લાની મહિલાઓ દ્વારા PM મોદીને ૬૦૦ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યાં છે.ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાની લોક્સભાની રાજકોટ પરની સિટ પરથી ઉતારી દો.

લુણાવાડા ખાતે આવેલી રાજપૂત સમાજ વાડી ખાતે રૂપાલાના વિરોધમાં મહાસંમેલન યોજાયું હતુ,આ સંમેલનમાં જીલ્લાના તમામ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ યુવાનો અને બહેનો હાજર રહ્યા હતા,તો ક્ષત્રિયાણીઓ દ્વારા ૬૦૦ પોસ્ટ કાર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને લખવામાં આવ્યા છે.તો બીજી તરફ જ્યા સુધી પરશોતમ રૂપાલાની ટિકીટ રદ ના થાય ત્યા સુધી લડત લડવાની નેમ લીધી છે,મહિલાઓએ પત્રમાં લખ્યું છે કે નરેન્દ્ર મોદી ભાઈ હવે અમારે તમારી જરૂર છે ભાઈ જ્યારે તમે ગુજરાતમાંથી દિલ્લી ગયા હતા ત્યારે તમે બહેનો ને વિશ્વાસ આપ્યો હતો કે કંઈક પણ જરૂર પડે તો તમારા ભાઈને યાદ કરજો.

અમે પોતાની પાર્ટી પણ બનાવી શકીએ છીએ. પોતાની પાર્ટી બનાવીને પાટીદારને ટિકિટ આપીશું. અન્ય સમાજને સાથે રાખીને વોટ ખેંચી લાવીશું. રૂપાલાની ટીકીટ બદલાય તો અમે માનીશું ષડ્યંત્ર નથી. રૂપાલાને હટાવીને બીજો ઉમેદવાર મૂકવા માંગ કરવામાં આવી છે. ક્ષત્રિય સમાજની બહેનો જૌહર ન કરે. પરશોત્તમ રૂપાલાનું નિવેદન અપવિત્ર હતું જેનાથી માતા દીકરીની લાગણી દુભાઈ છે. આ મુદ્દાને ગુજરાત સુધી સીમિત નથી રાખવું તેથી હું અહીંયા આવ્યો.

રેલી સ્વરૂપે નીકળી રૂપાલા વિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે. જેમાં અંબોડ ગામમાં મહિલાઓ પણ રેલીમાં જોડાઈ છે. સમગ્ર ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. જેમાં રાજકોટ અને અમદાવાદ બાદ આજે ધંધુકામાં સંમેલનનું આયોજન કરવામાં આવશે. જેમાં ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે. આજે સાંજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન છે. તેમાં અલગ-અલગ જિલ્લાના ક્ષત્રિયો સંમેલનમાં હાજર રહેશે.