કાલોલના મધવાસ ગામેથી ગેરકાયદેસર ગેસ રિફીલીંગ કરતા ઈસમને એસ.ઓ.જી.પોલીસે ઝડપ્યો

કાલોલ,કાલોલના મધવાસ ગામેથી ગેરકાયદેસર રીતે ગેસ રિફીલીંગ કરતા પરપ્રાંતિય દુકાનદારને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો.

પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાથ ધરેલ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મધવાસની એન્ડુરન્સ ટેકનોલોજી કંપની સામે આવેલા અમન પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં દુકાનદાર દ્વારા નાની-મોટી ગેસના બોટલોને ગેરકાયદેસર રીતે એક બોટલમાંથી બીજા બોટલમાં ગેસ ટ્રાન્સ્ફર કરીને વેચાણ કરે છે તેવી બાતમીના આધારે સ્થળે છાપો મારી દુકાનમાં તપાસ કરતા દુકાનના અંદરના ભાગમાંથી એક ભારત કંપનીનો ભરેલા ગેસનો બોટલ તથા બે નાના ગેસ બોટલ સાથે ઈલેકટ્રીક વજન કાંટો મળી આવ્યો હતો. તદ્ઉપરાંત રિફીલીંગ પાઈપના બીજા છેડાના વાલ સાથે બીજો નાનો ગેસનો બોટલ જોડેલો મળી આવ્યો હતો. જેથી પોલીસે ધટના સ્થળે હાજર દુકાનદાર પાસે ગેસ રિફીલ કરવા માટેનુ જરૂરી લાયસન્સ કે પરવાનો માંગતા દુકાનદાર પાસે આવો કોઈ પરવાનો નહિ મળી આવતા પોલીસે ગેસના નાના-મોટા બોટલ, ઈલેકટ્રીક વજન કાંટો, વાલ્વ અને પાઈપ સાથે કુલ રૂ.3,700/-નો મુદ્દામાલ કબ્જે કરી અમર પ્રોવિઝન સ્ટોરના દુકાના મુકેશકુમાર દેદારાભાઈ મેઘવાળ(હાલ રહે.માધલ પાર્ક સામે, મધવાસ, મુળ રહે.રાજસ્થાન)ની અટકાયત કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.