ચીનનું રોકેટ ભારત અને અમેરીકામાં તૂટી પડવાનો ખતરો :સ્પેસમાં આઉટ ઑફ કન્ટ્રોલ થતા એલર્ટ રોકેટના ટુકડાઓ અમેરીકા, ભારત, ચીન, સાઉથ-ઈસ્ટ એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અમુક વિસ્તારોમાં કાટમાળ પડવાની શક્યતા છે.


વોશિગ્ટન,
ચીનનું રોકેટ બૂસ્ટર અવકાશમાં બેકાબૂ બની ગયું છે. આ રોકેટ બૂસ્ટર ઝડપથી પૃથ્વીની નજીક આવી રહ્યું છે, જેના કારણે ઘણા દેશો જોખમમાં છે. ચીનના રોકેટ બૂસ્ટરના બેકાબૂ પડવાના કારણે આગામી કેટલાક કલાકોમાં ક્યાંય વિનાશ થવાની ભીતિ છે. નાસાએ આ બેજવાબદારીભર્યા કૃત્ય માટે ચીનને જવાબદાર ઠેરવ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે ચીનના કારણે મોટો ખતરો ઉભો થયો છે અને મોટા નુક્સાનનો અવકાશ ઉભો થયો છે. ચીનના સત્તાવાળાઓના બિનઅનુભવને કારણે વિશ્વના ઘણા પ્રદેશોને નુક્સાન સહન કરવું પડી શકે છે.

વૈજ્ઞાનિકોનું માનીએ તો ચીનના આ રોકેટના ટુકડાઓ અમેરીકા, ભારત, ચીન, સાઉથ અને ઈસ્ટ એશિયા, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકાના અમુક ભાગોમાં કાટમાળ પડી શકે છે. તો આ ખતરાને જોતા જ સ્પેને તેમના તમામ એરપોર્ટ્સ બંધ કરી દીધા છે. ચીનના આ રોકેટ પર વિશ્વના અવકાશ વૈજ્ઞાનિકોની નજર છે. તેની ઘટતી મુવમેન્ટને સતત વાંચીને એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચીનના રોકેટનો કાટમાળ અમેરિકા, ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સહિત દક્ષિણ પૂર્વ એશિયાના કોઈપણ ભાગ પર પડી શકે છે. કાટમાળ પડવાના ડરથી સ્પેને તેનું એરપોર્ટ પણ બંધ કરી દીધું છે. સ્પેનની છ્ઝ્રએ તેના દેશમાંથી ૨૩ ટન કાટમાળ પસાર થતો જોયો છે.

૩૧ ઓક્ટોબરે ચીને રોકેટ લોંગ માર્ચ ૫મ્નું કોર બૂસ્ટર લોન્ચ કર્યું હતું. તેને રોકેટની મદદથી તિઆંગોંગે સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવી રહ્યું હતું. આ રોકેટ ચીનના આ સ્પેસ સ્ટેશન માટે એક્સપેરિમેન્ટલ લેબોરેટરી મોડ્યુલ લઈ જઈ રહ્યું હતું. આ રોકેટ લગભગ ૨૩ ટનનું છે. તેની ઉંચાઈ ૫૯ ફૂટ છે. પરંતુ અવકાશમાં જતા પહેલા તે બેકાબૂ બની ગયું હતું અને હવે તે જમીન પર આવી રહ્યું છે. વાસ્તવમાં ચીન પણ અવકાશ વિજ્ઞાનમાં આગળ વધવા માટે હરીફાઈ કરી રહ્યું છે, પરંતુ ઘણી વખત બેજવાબદાર હરક્તોને કારણે તેના પ્રયાસો નિષ્ફળ જતા જણાય છે. આ બેજવાબદારીભર્યું કૃત્ય આખી દુનિયા માટે મુશ્કેલીનું કારણ બની રહ્યું છે. છેલ્લા બે વર્ષમાં આ ત્રીજી ઘટના છે જ્યારે વિશ્ર્વના વૈજ્ઞાનિકોમાં ખળભળાટ મચી ગયો છે.