ગોધરા ખાતે જાણીતા કલાકાર જ્યોતિ માયાની હાજરીમા ચેટીચાંદની ભવ્ય ઉજવણી કરાશે.

ગોધરા ખાતે સિંધી સમાજ સિંધુ કલ્ચરના જ્યોતિ માયાની ધમાકેદાર કાર્યક્રમમાં મસ્તીના હિલોળે ચડશે. ગોધરામાં નવા વર્ષ ચેટીચંડનું ઉમળકાભેર સ્વાગત થઈ રહેલી ધમાકેદાર સિંધી સાંસ્કૃતિક કાર્યક્રમોની મચેલી ધુમ વરચે ચેટીચંડ 2024ને યાદગાર અને શાનદાર બનાવવા થનગનતા ગોધરા સિંધી સમાજના કલ્ચર ગુપના દિનેશ સેવાણી સાથે કલ્ચર ગુપના યુવાનો દ્વ્રારા ગોધરાના ઈતિહાસમાં પહેલીવાર દેશ સહીત દુનિયામાં નાની ઉંમરે ખ્યાતનામ થયેલ ઈન્ટરનેશનલ સિંધી ગાયક અને કલાકાર જ્યોતિ માયાનીના એક ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન ચેટીચંડની સંધ્યાએ ગોધરાના લાલબાગ ટેકરીના મેદાને ચેટીચંડની પથરાયેલી ચાંદની વચ્ચે ઢળતી સંધ્યાએ સાંજે 7 વાગે આયોજન કરવામાં આવ્યું છે.

જેમા છૈલ્લા પાંચ દિવસથી વેલકમ ચેટીચંડ 2024નું ઉમળકાભેર સ્વાગત કરતાં ઘેલા થઈ ઝૂમી ઉઠેલા ગોધરાના સિંધી બંધુઓ ગોધરાના ઈતિહાસમાં પહેલીવાર ગોધરાની ધરાએ પધારી રહેલ જ્યોતિ માયાની પોતાની મધુર આવાઝનો જાદુ પાથરી ગોધરાના સિંધી બંધુઓને સંગીતના સુર તાલે ઝુમતા કરી લાલમય કરશે. જે કાર્યક્રમમાં પધારી આનંદનો લ્હાવો લેવા સિંધુ કલ્ચર દ્વ્રારા આમંત્રણ પાઠવ્યું છે.

આ પણ વાંચો : પંચમહાલના 60 વર્ષીય વ્યક્તિનું વડોદરામાં સારવાર દરમિયાન કોરોના થી મોત.