
દાહોદ,7 મે ના રોજ ગુજરાત રાજયમાં 26 બેઠકો ઉપર લોકસભા ની ચુંટણી યોજાવનારી છે જેમાં દાહોદ લોકસભા બેઠક વિસ્તાર મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજય ને અડી ને સરહદી બોર્ડર વિસ્તાર હોય પોલીસ અને વહીવટી તંત્ર સાબદુ બન્યુ છે. જીલ્લા ને બન્ને રાજય ને જોડતી તમામ માર્ગ ઉપર ચેક પોસ્ટ ઉભી કરાવી દેવામાં આવી છે.

ખાસ કરી ચુંટણી ટાણે મતદારો ને રિઝવવા રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવે છે. તેવામાં મદધપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર ઉપર ખાસ વોચ રાખવામા આવી રહી છે. જેના પાછળનું મૂળ કારણ ગેરકાયદેસર દારૂ ગુજરાતમાં ના આવે રોકડ રકમ તેમજ હથિયારો અંગે ખાસ કાળજી રાખવામા આવી છે. દાહોદની ખંગેલા બોર્ડર, ઝાલોદની ધાવડીયા, ઠુઠીકંકાસીયા તેમજ લીમડી-ચાકલીયાની બોર્ડર વિસ્તાર હોય પોલીસ દવારા રાઉન્ડ કલોક દિવસ-રાત અલગ અલગ ટીમો બનાવી આવતા જતા વાહનો ની સધન તપાસ કરવામાં આવી રહી છે. દાહોદ જીલ્લામાં સામાન્ય ચુંટણી હોય કે પછી વિધાન સભા/લોકસભા ચુંટણી ઓ ભૂતકાળમાં બલેટ પેપરની જગ્યા એ બુલેટ ના ઉપયોગ થયા હોવાનુ ખુદ પોલીસ તંત્ર ના ચોપડે નોધાયેલ છે. જયારે આગામી લોકસભા ચુંટણીમાં આવા ગુન્હા ઓ નુ પુનરાવર્તન ન થાય તે માટે સમય અંતરે જીલ્લા પોલીસ વડા, સહીત જીલ્લા કલેક્ટર બોર્ડરની વિઝીટ કરી રહ્યા છે.