
દાહોદ,રાજય સરકાર શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવે છે.પરંતુ સ્થાનિક તંત્રની બેદરકારીના કારણે અનેક જગ્યાએ શિક્ષણ માટે પ્રાથમિક સવલતો મળી શકતી નથી. સંજેલી તાલુકામા ઢેડીયા પંચાયતના ગલાનાપાડની સરકારી શાળાની હાલત બિલકુલ જર્જરિત છે.ખંડેર શાળામાં છેવાડાના આદિવાસી સમાજના ભૂલકાઓ ભણવા માટે આવે છે. આ શાળામાં ધોરણ 1 થી 5 સૂધી 48 બાળકો અભ્યાસ કરે છે. વર્ષોથી જુની શાળાની બિલ્ડીંગમાં સમયસર સમારકામ ના કરાતા અનેક જગ્યાએ તિરાડો પડી છે. તો કેટલાક વર્ગખંડમાં છત પરથી પોળા પડતા નજરે પડે છે. સરકાર દ્વારા રોડ-રસ્તા માટે જે રીતે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. તેવી રીતે બાળકોના શિક્ષણ માટે પાયાની સવલતો માટે કેમ નહી.બિલ્ડીંગ પડે તે પહેલા તેને રીપેર કરવાની માગ કરવામાં આવી.સરકારી શાળાની બિલ્ડીંગ જર્જરિત હાલતમાં છે. દિવાલમાં તિરાડો તેમજ ઉખડેલા પોપડા,બારીમાં દરવાજા નથી તેમજ નિકળેલા સળીયા છે.અને સ્કુલની હાલત બિલકુલ જર્જરિત હોવાથી બાળકો માટે સંપુર્ણ જોખમી સાબિત થઈ શકે જો અકસ્માતિક દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી શિક્ષણ વિભાગના સત્તાધીશો સ્વીકારશે…..?
આધુનિક યુગમા હાલ વિશ્વ આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી પોતાના બાળકોને અભ્યાસમા પુરો પાડે છે. ત્યારે આવા વિસ્તારોમા બાળકોને રમત ગમત સાધનો તેમજ આધુનિકતા સાથે અભ્યાસની વાત તો દુરની પરંતુ બાળકો ઉલ્ટા જોખમી જર્જરિત ઓરડામા અભ્યાસ કરવા મજબૂર છે. ત્યારે આ સ્કૂલના સંચાલકો દ્વારા રજૂઆત કરવા છતા નવીન બિલ્ડીંગ બનાવવા સંલગ્ન વહીવટીતંત્ર અસમર્થ જણાય આવે છે.