
શહેરા,શહેરા તાલુકાના પાદરડી ગોરાડા માતરીયા બસ સ્ટેશનની સામે આવેલ પાણી ભરેલ કૂવા માંથી યુવાનની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસ સ્ટાફ ઘટના સ્થળ ઉપર પહોંચીને કુવામાંથી યુવાનની લાશ બહાર કાઢીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
શહેરા તાલુકાના પાદરડી ગોરાડા માતરીયા બસ સ્ટેશનની સામે આવેલ પાણી ભરેલ કૂવામાં યુવકની લાશ ત્યાંથી પસાર થતા વ્યક્તિને જોવા મળી હતી. જોકે, કુવામાં યુવાનની લાશ હોવાની જાણ ગામમાં થતા મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે ઊંમટી આવવા સાથે પોલીસને પણ બનાવવાની જાણ થતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈને જરૂરી કાર્યવાહી હાથધરી હતી. પાણી ભરેલા કુવામાં તરતી લાશ કોની હશે તેવી અનેક ચર્ચાઓ બનાવ સ્થળે થઈ રહી હતી. ત્યારે પોલીસ દ્વારા ગ્રામજનોની મદદથી યુવાનની લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસએ સ્થાનિક લોકોની મદદ થી કુવામાંથી યુવાનની લાશને બહાર કાઢીને ત્યાં ઉપસ્થિત ગ્રામજનોને પૂછતા માતરીયા વ્યાસ ગામના પટેલ ફળિયામાં રહેતા 36 વર્ષીય જેસિંગ ભુપતભાઇ પટેલ હોવા સાથે વધુ તપાસ સ્થળ પર હાથધરી હતી. જોકે મરણ ગયેલ યુવાન શિક્ષિત હોવાનું લાગવા સાથે યુવાને જાતે આ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી કે પછી કોઈએ યુવાનની હત્યા તો નથી કરી કે શું? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. કુવા માંથી યુવાનની લાશ મળી આવતા અનેક ચર્ચાઓ ગ્રામજનોમાં થઈ રહી હોય ત્યારે પોલીસ તપાસમાં એટલે પીએમ રિપોર્ટ આવે ત્યારબાદ ખરી હકીકત બહાર આવશે તેમજ મરણ ગયેલ યુવાનના પરિવારજનોમાં આ બનેલી ઘટનાને લઈને શોકની કાલિમા છવાઈ ગઈ હતી.