પાકિસ્તાનમાં રજનીકાંતનો હમશકલ છવાઇ ગયો


લાહોર,
ફિલ્મી સિતારાઓના હમશકલને લોકો હંમેશા પસંદ કરતા રહે છે.અત્યાર સુધી બોલીવુડના એવા અનેક અભિનેતા અને અભિનેત્રી રહી છે જેના હમશકલ ખુબ ચર્ચામાં રહે છે.હાલના દિવસોમાં સાઉથ અને બોલીવુડ સિનેમાના જાણીતા અભિનેતા રજનીકાંતનો હમશકલ ચર્ચામાં બનેલ છે.આશ્ચર્ય કરનારી વાત એ છે કે આ હમશકલ ભારતમાં નહીં પરંતુુ પાકિસ્તાનમાં છે. રજનીકાંતના આ હમશકલનું નામ રહમત ગશકોરી છે જે બીલકુલ સાઉથના સુપરસ્ટાર જેવો દેખાય છે.

રજનીકાંતના હમશકલ રહમત ગશકોરી પાકિસ્તાનના એક નિવૃત સરકારી કર્મચારી છે.ગશકોરીના દોસ્તો તેમને રજનીકાંત જેવો જ માની રહ્યાં છે.પાકિસ્તાનના અનેક લોકોએ કહ્યું છે કે તેની બોડી લેગ્વેજ,હેયર ડૂ,સ્ટાઇલ થલાઇયા જેવી છે.ગશકોરીએ કહ્યું કે સિબીમાં ઉપાયુકતના કાર્યાલયમાં પોતાની સેવા દરમિયાન પણ લોકો મને રજનીકાંતના હમશકલ કહેતા હતાં જેની મને વધુ પરવાહ નથી.

રહમત ગશકોરીએ આગળ કહ્યું કે મારા નિવૃત થયા બાદ મેં સોશલ મીડિયાનો ઉપયોગ શરૂ કર્યો ત્યાં પણ લોકોએ મને રજનીકાંતના નામથી બોલાવી રહ્યાં હતાં મેં તેને સ્વીકાર કર્યો કારણ કે મને અહેસાસ થયો કે ભગવાને મને એક મહાન અભિનેતા અને ઇસાનની હમશકલના રૂપમાં આશીર્વાદ આપ્યા છે.એ યાદ રહે કે રહમત ગશકોરીની રજનીકાંતના લુકમાં પાકિસ્તાનમાં તસવીરો વાયરલ થઇ રહી છે જે લોકોને પસંદ આવી રહી છે ભારતના લોકો પણ તેની તસવીરોને પસંદ કરી રહ્યાં છે.