પંચમહાલ જીલ્લા તમામ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા કેજરીવાલના સમર્થનમાં પ્રતિક ઉપવાસ કર્યો

ગોધરા,આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જેલમાં પુરવામાં આવ્યા છે. ત્યારે સમગ્ર દેશમાં ભાજપ સરકાર ની નીતિ ઉપર સવાલો ઉભા થયા છે અને દેશમાં આમ આદમી પાર્ટી દ્વારા ” કેજરીવાલના સમર્થનમાં દરેક કાર્યકરો દ્વારા “પ્રતિક ઉપવાસ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંચમહાલ જીલ્લામાં પણ દરેક તાલુકા મથકે પદાધિકારીઓ તથા કાર્યકરો દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા છે

આજરોજ આમ આદમી પાર્ટી પંચમહાલ જીલ્લા અને તાલુકા ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીની સુચના અનુસાર સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ભાજપ દ્વારા જે ષડયંત્ર રચીને સત્તાનો દુરૂપયોગ કરીને ઇડી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે. તે સમગ્ર ઘટનાને અમે વખોડીએ છીએ અને જો ભાજપમાં હિંમત હોય તો તેઓ લોકશાહી ના આ પ્રસંગે કેજરીવાલ જેવા અન્ય વિપક્ષના નેતાઓને છોડી મૂકે અને નિષ્પક્ષ કોઈ પણ પ્રકારની ચીટીંગ વિના ચૂંટણી થાય તો પુરા વિશ્વાસથી અમે કહીએ છીએ કે ભારત દેશની જનતા ને પરિવર્તન જોઈએ છે કારણ કે ભાજપ સરકારની તાનાશાહી, ભ્રષ્ટાચાર, મોંઘવારી, બેરોજગારી જેવા અનેક મુદ્દાઓથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે.

અને જે કોઈ પણ તેમના વિરૂદ્ધ અવાજ ઉઠાવે છે તેમના કાળા કામોના ચિઠ્ઠા બહાર પાડે છે. તેમના પર ઇડી અને સીબીઆઈ ધ્વારા ખોટા કેસ કરીને તેમને આગળ કરીને સાચા લોકો ને જેલ પાછળ ધકેલી દે છે. લોકશાહી ધરાવતાં આ દેશ મા દરેકને પોતાની વાત રજૂ કરવા મુકવાનો અધિકાર છે. પરંતુ ભાજપ સરકારને આવી બધી બાબતો પસંદ ન હોવાથી તેઓ તેની મનમાની કરી રહી છે અને માટે જ આજે સમગ્ર દેશભરમાં તેમજ ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા હોદ્દેદારો અને આમ આદમી પાર્ટીના ચાહકો ધ્વારા અરવિંદ કેજરીવાલના સમર્થન માટે ઉપવાસનું આયોજન કર્યું છે.

જેમાં ભગવાનને પ્રાર્થના કરી અને દરેક કાર્યકર્તાઓએ ઇતની શક્તિ હમે દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હો ના જેવા ભજન ગાઈ કરીને અરવિંદ કેજરીવાલ વહેલા જેલમાંથી બહાર આવે અને અસત્ય પર સત્યનો વિજય થાય તે માટે ખાસ લોકોએ સાથ સહકાર આપ્યો હતો