અમદાવાદ, કેડીલના ઝ્રસ્ડ્ઢ રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો. વિદેશી બલ્ગરેરીયન યુવતીએ દુષ્કર્મ કેસમાં રાજીવ મોદી સામે હ્યુમન રાઇટ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી. બલ્ગેરીયન યુવતી સાથે દુષ્કર્મ કેસમાં રાજીવ મોદી સામે હાઈકોર્ટના હુકમ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજીવ મોદી શહેરના અગ્રણી ઉદ્યોગપતિ હોવાથી જ્યારે વિદેશી યુવતી તેમની સામે ફરિયાદ નોંધાવા ગઈ ત્યારે પોલીસ ફરિયાદ નોંધવા તૈયાર નહોતી. આખરે યુવતીએ ફરિયાદ માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા.
રાજીવ મોદીએ છારોડી ખાતેના ફાર્મહાઉસમાં વિદેશી યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. હાઈકોર્ટની ટકોર બાદ રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાતા શહેરભરમાં આ મામલાને લઈને ચકચાર મચી હતી. બલ્ગેરિયન યુવતીની હાઈકોર્ટમાં ફરિયાદ બાદ રાજીવ મોદીને બે-બે સમન્સ મોકલવામાં આવ્યા હતા. જેના બાદ ૧૫ ફેબ્રુઆરીએ રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશને હાજર થયા હતા. રાજીવ મોદી સામેના દુષ્કર્મ કેસની તપાસ માટે SIT નિમવામાં આવી હતી. તેમજ એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાના વડપણ હેઠળ SIT એ કેસના તમામ સાક્ષીઓના નિવેદન લીધા. જો કે રાજીવ મોદી પોતાની લાગવગના જોરે આ કેસમાં રાહત મેળવવામાં સફળ રહ્યા.
વિદેશી યુવતીએ આરોપ લગાવ્યો કે રાજીવ મોદી સામે ફરિયાદ ના કરવા તેના પર પોલીસ દ્વારા જ દબાણ કરવામાં આવ્યું હતું. આથી જ વિદેશી યુવતી દ્વારા રાજીવ મોદી સામેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ફાઈલ કરવા એફિડેવિટ ફાઈલ કરી હતી અને પોતાના કેસની તપાસ કોઈ સેન્ટ્રલ એજન્સીને સોંપવાની માંગ પણ કરી હતી. કેડિલાના સીએમડી રાજીવ મોદી અગ્રણી ઉદ્યોગપતિ હોવાના નાતે દુષ્કર્મ કેસમાં વિદેશી યુવતીને ન્યાય મળવાની આશા નથી. આથી જ બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મ કેસમાં ન્યાય મેળવવા રાજીવ મોદી સામે હ્યુમન રાઇટ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી છે.