હિંમતનગર, સાબરકાંઠામાં ભાજપના લોક્સભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે.. આવતીકાલે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન સાબરકાંઠા લોક્સભા સીટ પર ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત છેપકાર્યર્ક્તાઓમાં ઉમેદવારને લઈને રોષ થમવાનું નામ લઇ રહ્યો નથી.. ૨ દિવસ પહેલા લોક્સભાના મધ્યસ્થ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ કરેલી બબાલનો વિડીયો વાયરલ થયો હતો..જો કે આ બબાલ બાદ હવે ધારાસભ્યના નામ સાથે પત્રિકા વાયરલ થઇ છે….આ પત્રિકામાં ધારાસભ્ય વી.ડી.ઝાલા માફી માગે અને રાજીનામું આપે તેવી માગ કરાઇ છે..
પત્રિકામાં તમામ કાર્યર્ક્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે…પત્રિકામાં લોક્સભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે…મહત્વનું છેકે આવતીકાલે એટલે કે શનિવારે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે…મહત્વનું છેકે ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ નવા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ યથાવત રહેતાં વિવાદ વકર્યો છે…સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થતાં પક્ષમાં ભારે જૂથવાદ હોવાનું ચર્ચાઇરહ્યું છે..
મહત્વપૂર્ણ છે કે ભાજપે ગુજરાતની ૨૬ બેઠકો પૈકી ૨ બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પર નવો ચહેરો જાહેર થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. ..અને શોભનાબેન બારૈયાને બદલવા માટેની માંગ ઉગ્ર બની છે.