
અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે શુક્રવારે મોડી સાંજે ઉમેદવારીની પહેલી યાદી જાહેર કરી હતી. ત્યારબાદ આજે એઆઇસીસીના સેક્રેટરી હિમાંશુ વ્યાસે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
ઓવરસીઝ કોંગ્રેસના ઈન્ચાર્જ પદ પરથી એઆઇસીસીના સેક્રેટરી હિમાંશુ વ્યાસે રાજીનામું આપતા કોંગ્રેસની હાલત કપરી થવા માંડી છે. હવે હિમાંશુ વ્યાસ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાય તેવી શક્યતા જોવાઈ રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિમાંશુ વ્યાસ કોંગ્રેસ દ્વારા સતત અવગણનાના કારણે નારાજ હતા. નવા સંગઠનના વિરોધમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હોવાની વાત સામે આવ્યું છે. હિમાંશુ વ્યાસ ટેકનોક્રેટ સામ પિત્રોડાના નજીકના મનાય છે.
મહત્વનું છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટું ભંગાણ થયું છે. હિમાંશુ વ્યાસ બે વખત સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જોકે, બંને વખત ભાજપના ઉમેદવાર સામે તેમનો પરાજય થયો હતો.