
- નડિયાદ વોર્ડ નં. 6 વિસ્તારના આંગણવાડી કેન્દ્રો દ્વારા મતદાન-જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
નડિયાદ,લોકસભા-2024ની ચૂંટણી અન્વયે આઈસીડીએસ શાખા, ખેડા જીલ્લા પંચાયત દ્વારા નડિયાદ નગરપાલિકા વોર્ડ નં. 6 વિસ્તારના આંગણવાડી કેન્દ્રો ખાતે મતદાન જાગૃતિ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજીત 40 મતદાતાઓએ લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.
જેમાં બેસ્ટ બાલવાડી, વરિયાળી માર્કેટ, ગુલિસ્તાન ત્રિફલ બાલવાડી, અમીના બાલવાડી, અબુબકર, નડિયાદ રોહિતવાસ મરીડા દરવાજા સહિત કુલ 6 આંગણવાડી કેન્દ્રોના કર્મચારીઓના સંયુક્ત પ્રયાસથી આંગણવાડીમાં આવતા બાળકોના પરીવારના સભ્યોએ મતદાન કરવા માટેના શપથ લીધા હતા.
આ શપથવિધિ કાર્યક્રમમાં સંકલિત બાળવિકાસ યોજના અધિકારી પ્રીતિબેન પટેલ, આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને બાળકોના વાલીઓ હાજર રહયા હતા.