હાલોલ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી મૃકિત જાદવે પુરૂષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના રજવાડા અને બહેન બેટીઓ માટે કરેલા વાણી વિલાસ માટે સોશ્યલ મીડીયામાં તીખી પ્રતિક્રિયા આપી

હાલોલ,હાલોલ વિધાનસભાના પૂર્વ ઉમેદવાર અને હાલોલ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી તેવા મુકિત જાદવે પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે કરેલ વણી વિલાસ અંગે સોશ્યલ મીડીયામાંં તીખી પ્રક્રિયા આપી છે.

હાલોલના ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી તેમજ તેજાબી વકતા એવા મુકિત જાદવે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજના રાજા રજવાડા અને ક્ષત્રિયની બહેન-બેટીઓ માટે વાણી વિલાસ કરવામાં આવ્યો છે. વર્ષોથી રાજકારણમાં હોય તેવા પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ માટે ટીપ્પણી કરવામાં આવી છે તે માફિને લાયક નથી. પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ભાષણ ક્ષત્રિય સમાજ માટે તેમના મોઢેથી નિકળેલ વ્યકતવ્ય અનાયાસ નિકળેલ નથી પરંતુ સમજી વિચારીને બોલવામાં આવેલ શબ્દો છે. ત્યારે માફીની વાત નથી. ક્ષત્રિય સમાજના રાજ રજવાડા તેમજ બહેન-બેટીઓ માટે કરવામા આવેલ વાણી વિલાસ માટે માફિ ન હોય શકે ક્ષત્રિસ સમાજના આગેવાનો દ્વારા રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવામાં આવે તેના સિવાય કઈ થઈ શકે તેમ નથી. જો ભાજપ પોતાના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ટીકીટ રદ નહિ કરે તો આવનાર દિવસોમાં ગુજરાત રાજ્યમાં મોટા પ્રમાણમાં વિરોધ કાર્યક્રમ આપવામાં આવશે અને તેના માટે રાજ્ય સરકાર અ ને કેન્દ્ર સરકાર જવાબદાર રહેશે. તેવું વકતવ્ય સોશ્યલ મીડીયામાં વાયરલ થયું છે.