હાલોલ, હાલોલ વિધાનસભાના પુર્વ ઉમેદવાર અને હાલોલના ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી અને તેજાબી વકતા મુક્તિ જાદવે પુરૂષોત્તમ રૂપાલાના ભાષણને વખોડી કાઢ્યુ હતુ અને તેમના મોંઢેથી નીકળેલ શબ્દો અનયાએ નહિ પણ સમજી વિચારીને બોલ્યા છે.
હાલોલ વિધાનસભાના પુર્વ ઉમેદવાર અને હાલોલ ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી તેમજ તેજાબી વકતા મુક્તિ જાદવે રાજકોટ ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા દ્વારા ચુંટણી સભામાં રાજપુત સમાજ માટે બોલવામાં આવેલ વકત્વ માટે તીખી પ્રક્રિયા આપી હતી. મુક્તિ જાદવ દ્વારા સોશિયલ મીડિયામાં વખોડી કાઢ્યુ હતુ. અને પુરૂષોત્તમ રૂપાલાના મોઢેથી નીકળેલ શબ્દો અનયાએ નીકળેલ નથી પણ સમજી વિચારીને બોલવામાં આવેલ શબ્દો છે.આથી ક્ષત્રિય સમાજ માટે બોલવામાં આવેલ શબ્દો માટે માફી ન હોય શકે.ત્યારે ભાજપ દ્વારા પુરૂષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ થવી જોઈએ. જો ટિકીટ રદ્દ નહિ થાય તો રાજયભરમાં તેના વિરોધમાં કાર્યક્રમો કરવામાં આવશે.