મુંબઇ, બોલિવુડની ફેમસ એક્ટ્રેસ આરતી છાબડિયા લગ્નના પાંચ વર્ષ બાદ માતા બનવાની છે. પતિ વિશારદ બીડાસીની સાથે તે પોતાના પહેલા બાળકને વેલકમ કરશે. એક્ટ્રેસે વર્ષ ૨૦૧૯માં વિશારદ સાથે અરેન્જ મેરેજ કર્યા હતા.
ફિલ્મોની ફેમસ એક્ટ્રેસ આરતી છાબડિયા ભલે લાંબા સમયથી મોટા પડદાથી ગાયબ છે પરંતુ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાના ફેન્સ સાથે પોતાની પર્સનલ લાઈફની ખબરો શેર કરતી રહે છે. લગ્નના પાંચ વર્ષ બાદ એક્ટ્રેસ માતા બનવા માટે તૈયાર છે.
તેની ઉંમર હાલ ૪૧ વર્ષ છે અને તે પોતાના પતિ વિશારદ બીડાસીની સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરશે. આ કપલે ૨૩ જૂન, ૨૦૧૯ની સાથે લગ્ન કર્યા હતા. વિશારદ બીડાસી ઓસ્ટ્રેલિયામાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. બે દિવસ પહેલા આરતીએ ઈન્સ્ટાગ્રામ પર મેટરનિટી શૂટનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આરતી છાબડીયાએ કાળા રંગનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો હતો પોતાના બેબી બમ્પને પકડીને તેણે ફોટો શૂટ કરાવ્યું. નવા ફોટોમાં આરતી સફેદ ક્રોપ ટોપની સાથે બ્લૂ ડેનિમ જીન્સ પહેર્યું છે. ફેંસ અને ઈન્ડસ્ટ્રીના તેમના મિત્રોએ આરતી છાબડિયા અને વિશારદ બીડાસીને પોતાની આ નવી જર્ની માટે શુભકામનાઓ પાઠવી છે.