મને તમામ સમાજનું અને ક્ષત્રિય સમાજના અનેક નેતાઓનું પણ સમર્થન,રૂપાલા

અમદાવાદ, ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત ટિપ્પણી કર્યા બાદ ચર્ચામાં આવી ગયેલા ભાજપના રાજકોટથી ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મોટો દાવો કર્યો છે. દિલ્લીથી પરત આવતા અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરતા પરષોત્તમ રૂપાલાએ કહ્યું કે, “મને તમામ સમાજનું અને ક્ષત્રિય સમાજના અનેક નેતાઓનું પણ સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે હવે મારે કંઈ કહેવું નથી, વિવાદમાં આગ હોમવાનો મારો કોઈ આશય નથી:” આ સાથે તેમણે આ મુદ્દાને વધુ હવા ન આપવા મીડિયાને પણ સલાહ આપી દીધી.

કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી અને રાજકોટ લોક્સભાના ઉમેદવાર પરષોત્તમ રૂપાલની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યાર બાદ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમજ દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાનો માગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સમાજની એક જ માગણી છે કે કોઈ પણ સંજોગોમાં પરસોત્તમ રૂપાલની ટિકિટ રદ કરવામાં આવે.

પરષોત્તમ રૂપલના મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધક્ષતામાં ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ ભાજપના ક્ષત્રિય આગેવાન નેતાઓએ ગુજરાત રાજપૂત વિવિધ સંગઠનના આગેવાનો સાથે બેઠક કરી હતી. જો કે આ બેઠક નિષ્ફળ નીવડી હતી અને બેઠકમાં આવેલા રાજપૂત આગેવાનોએ પરષોત્તમ રૂપાલની ટિકિટ રદ કરવાની જીદ પર અડગ રહ્યા હતા.