ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મીનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો

રાજકોટ, ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી પરશોતમ રુપાલાએ કરેલી વાંધાજનક ટિપ્પણીના પગલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મીનીબા વાળાએ પણ આ નિવેદન બાદ પરશોતમ રુપાલાને ઉમેદવાર તરીકે હટાવી દેવાની માગ કરી છે.પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે.

ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મીનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે. રેલનગર ખાતે આવેલી ક્ષત્રિય સમાજની વાડીમાં તેઓ ઉપવાસ પર બેઠા છે. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે તેમણે ઉપવાસ શરુ કર્યા છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી માગ નહી સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે, રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરશે.