મહેસાણા, લોક્સભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષોમાં આયારામ ગયારામ નીતિ જોવા મળી રહી છે. લોક્સભા ચૂંટણી સમયે જ મહેસાણા જિલ્લાના વિસનગર કોંગ્રેસને ઝટકો મળ્યો છે. ૧૫ થી વધુ ગામના ૪૦૦થી વધુ કોંગ્રેસના બુથ લેવલના કાર્યર્ક્તાઓ ભાજપમાં જોડાયા છે. ૠષિકેશ પટેલના નિવાસસ્થાને ૪૦૦થી વધુ કાર્યર્ક્તા ભાજપમાં સામેલ થયા છે.
મહેસાણા જિલ્લાના વિસનગરમાં ૠષિકેશ પટેલના વિસનગરમાં આવેલા નિવાસસ્થાને ભાજપમાં જાણે ભરતી મેળો થયો હોય તેવુ જોવા મળ્યુ. લોક્સભા ચૂંટણી સમયે જ વિસનગર કોંગ્રેસના ૧૫થી વધુ ગામના ૪૦૦થી વધુ કોંગ્રેસના બુથ લેવલના કાર્યર્ક્તાઓ ભાજપમાં સામેલ થયા છે. ૠષિકેશ પટેલના નિવાસસ્થાને ૪૦૦થી વધુ કાર્યર્ક્તાએ ભાજપનો ખેસ ધારણ કર્યા છે. સરપંચ, ડેલિગેટ, પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યો ભાજપમાં જોડાયા છે.
આમ આદમી પાર્ટીમાંથી જીતેલા એક જ તાલુકા પંચાયત સદસ્ય એક્તા પટેલ પણ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં ભરતી અભિયાન બાદ આરોગ્ય પ્રધાન ૠષિકેશ પટેલે નિવેદન આપ્યુ હતુ કે હજુ પણ ભાજપમાં ભરતીના બે મોટા રાઉન્ડ બાકી છે.