નવીદિલ્હી, ભારતીય સેનાના વ્યૂહાત્મક દળો કમાન્ડે ડીઆરડીઓ સાથે મળીને નવી પેઢીની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ પ્રાઇમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પર ગઈકાલે સાંજે લગભગ ૭ વાગ્યે આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઈલો પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. અગ્નિ પ્રાઇમ મિસાઇલને ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ સ્વદેશી રીતે વિક્સાવવામાં આવી છે. આ પહેલા ગયા વર્ષે ૭ જૂને પણ ડીઆરડીઓએ અગ્નિ પ્રાઇમ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું.
સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે અગ્નિ પ્રાઇમ મિસાઇલ પરીક્ષણ દરમિયાન તેના તમામ પરિમાણો અને ઉદ્દેશ્યોને પૂર્ણ કરે છે. પરીક્ષણ દરમિયાન, વિવિધ સેન્સર સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેમાં મિસાઇલ પરીક્ષણ સાથે સંબંધિત ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. મિસાઈલ પરીક્ષણ દરમિયાન સીડીએસ જનરલ અનિલ ચૌહાણ, સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડના વડા સહિત ડીઆરડીઓના ઘણા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે અગ્નિ મિસાઈલના સફળ પરીક્ષણ પર ડીઆરડીઓ વ્યૂહાત્મક દળોને અભિનંદન પાઠવ્યા હતા. રક્ષા મંત્રીએ કહ્યું કે મિસાઈલના સફળ પરીક્ષણથી સુરક્ષા દળો મજબૂત થશે. સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને ડીઆરડીઓ અયક્ષ સમીર વી કામતે પણ અગ્નિ પ્રાઇમ મિસાઇલના સફળ પરીક્ષણ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
અગ્નિ પ્રાઇમ બેલેસ્ટિક મિસાઈલ એ મયમ રેન્જની મિસાઈલ છે, જેની રેન્જ લગભગ ૧૨૦૦-૨૦૦૦ કિમી છે. આ મિસાઈલ તેની ચોક્સાઈ માટે જાણીતી છે. આ મિસાઈલ પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. આ મિસાઈલ પર ૧૫૦૦ થી ૩૦૦૦ કિલોગ્રામ વોરહેડ લઈ જઈ શકાય છે. આ મિસાઈલનું વજન લગભગ ૧૧ હજાર કિલોગ્રામ છે. અગ્નિ મિસાઈલ શ્રેણીની આ સૌથી નવી અને છઠ્ઠી મિસાઈલ છે. આ મિસાઈલને ઈન્ટીગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ વિક્સાવવામાં આવી છે. આ પ્રોગ્રામ હેઠળ પૃથ્વી, અગ્નિ, ત્રિશુલ, નાગ અને આકાશ જેવી મિસાઇલો વિક્સાવવામાં આવી છે.