અહંકાર તો રાવણ અને કંસનો પણ તૂટ્યો હતો, સમય બળવાન છે, શક્તિસિંહ ગોહિલ

ભાવનગર, લોક્સભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયેલું છે. ભાવનગરની બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે. અને તેમને જીતાડવા માટે કોંગ્રેસ અને આપ’ દ્વારા સંયુક્ત પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને શહેરમાં ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કર્યો હતો ગોહિલે ભાજપની રાવણ સાથે સરખામણી કરતા કહ્યું હતું કે, અહંકાર તો રાવણ અને કંસનો પણ તૂટ્યો હતો, સમય બળવાન છે.

ભાવનગર ખાતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના મયસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન શક્તિસિંહ ગોહિલ અને ઇશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં રહ્યા હતા, કાર્યાલયના ઉદઘાટન બાદ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના બેંક ખાતા સિઝ કરવા મુદ્દે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે, ભાજપે આ ૧૦ વર્ષમાં ૮૨ અબજ ૫૨ કરોડ રૂપિયા જેટલું દાન મેળવ્યું છે. તેમજ તે સત્તામાં હોય તેમની પાસે શસ્ત્ર , શાસ્ત્ર , સત્તા સંપત્તિ બધું જ હોય જેથી તે પોતાનું ધાર્યું કરી શકે, આજે સત્તાના મદમાં કોંગ્રેસના ખાતા સિઝ કરી કોંગ્રેસ ચૂંટણી લડી ન શકે રૂપિયા વગર એવી સ્થિતિમાં મુકવા પ્રયાસ કર્યો પરંતુ અમો તો પણ ચૂંટણી લડીશું અને જીતીશુ તેવો વિશ્ર્વાસ વ્યક્ત કરી ઉમેદવાર ઉમેશ મકવાણાને મત આપી વિજયી બનાવવા અપીલ કરી હતી.તેમણે કહ્યું હતું કે, ભાજપ ૪૦૦ કે પારનો દાવો કરી રહ્યો છે, પરંતુ આ સીટોની વાત નથી, ભાજપના લોકો પેટ્રોલ-ડીઝલના ભાવની વાત કરી રહ્યા છે. મનમોહન સિંહની સરકાર વખતે ભાજપના લોકોને ?૪૦૦નો ગેસ સિલિન્ડર મોંઘો લાગતો હતો અને આજે તેઓએ ગેસ સિલિન્ડરનો ભાવ ૧૧૦૦ રૂપિયા કરી નાખ્યો છે. જો આવી જ પરિસ્થિતિ રહી તો ૨૦૨૯ માં ગેસ સિલિન્ડરનો ભાવ ૨૧૦૦ રૂપિયા હશે. ભાવનગરનો વિકાસ ભાંગી પડ્યો છે. તે માટે ભાજપ જવાબદાર છે. જિલ્લાના ઉદ્યોગો કે જે કોંગ્રેસના સમયની દેણ હતી તે બધા પડી ભાંગ્યા છે જેને સત્તા પ્રાપ્ત થતા ફરી વેગવંતા બનાવીશુંભાવનગર ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાના મયસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત કોંગ્રેસ અયક્ષ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ અયક્ષ ઈશુદાન ગઢવી સહિતના અનેક લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.શક્તિસિંહ ગોહિલ ના હસ્તે મયસ્થ કાર્યાલય નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.